વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા

આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો સંકલ્પઃ શ્રી આર.પી.પટેલ

વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્યપુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વ ઉમિયાધામ- જાસપુર ખાતે બુધવારે ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ એવમ્ કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષમાં નવા ઉત્સાહ અને ઉમંગ સાથે સમગ્ર રાજ્યના જિલ્લા પ્રમુખ અને કારોબારી સહિતની સમગ્ર ટીમ સ્નેહમિલનમાં પધારી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર.પી.પટેલ સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે 2027માં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મા ઉમિયાની કૃપાથી આ વર્ષમાં 250 કરોડ દાન એકત્ર કરાવનો સંકલ્પ લઈએ છીએ. વિશેષ દાન અંગે વાત કરતા પ્રમુખશ્રી જણાવે છે કે મા ઉમિયાની 100 કિલો વજનની મૂર્તિના નિર્માણ માટે માત્ર એક જ દિવસમાં સ્નેહમિલનના દિવસે 31 તોલાથી વધુ સોનાની જાહેરાત થઈ હતી. પ્રમુખશ્રીએ હોદ્દેદારોને નવા સંકલ્પ સાથે કાર્યકરવાનું આહવાન કર્યું હતું. આગામી દિવસોમાં વિશ્વઉમિયાધામના નિર્માણ માટે ઘર ઘર સુધી પહોંચી ઈંટદાન અભિયાન ચલવાવ માટે કાર્યકર્તાઓએ કટિબદ્ધતા દર્શાવી હતી.

Share This Article