અમદાવાદ : કોંગ્રેસને ગાંધી પરિવાર દ્વારા જેટલી પણ વાર વલસાડમાં સભા કરવામાં આવી છે એટલીવાર ફાયદો થયો છે. સભા બાદ કેન્દ્રમાં સત્તા મળી હોય તેવું અત્યાર સુધી ત્રણ વખત બન્યું છે. હવે રાહુલ ગાંધી ધરમપુરમાં કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક યોજવાના છે. ત્યારે ૨૦૧૯માં તેમને ફાયદો થશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. વલસાડના ધરમપુર ખાતે અત્યાર સુધી વલસાડની લોકસભા બેઠક માટે યોજેલી ગાંધી પરિવારના મોભીઓની ત્રણ સભા સફળ રહી હતી અને ત્યાં કોંગ્રેસ જીતી હતી. ઈન્દિરા ગાંધીએ ૧૯૮૦માં સભા કરી હતી, જેમાં કોંગ્રેસ જીત્યું હતું.
૧૯૮૫માં રાજીવ ગાંધીએ સભા કરી હતી અને કોંગ્રેસને જીતાડ્યું હતું. છેલ્લે ૨૦૦૪માં સોનિયા ગાંધીએ સભા કરી હતી, જેમાં કોંગ્રેસની જીત થઈ હતી. હવે ફરી એકવાર કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક યોજવા માટે હિલચાલ ચાલી રહી છે. ઉત્તર ગુજરાતની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીને લાવવા માટે ગુજરાત કોંગ્રેસે આયોજન કર્યુ હતું. હવે ધરમપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ પક્ષની સર્વોચ્ચ બોડી ગણતી કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક યોજવાની તજવીજ ચાલી રહી છે.