મુંબઇ : ખુબસુરત અભિનેત્રી ડેઝી શાહને હાલમાં વધારે ફિલ્મ મળી રહી નથી. એક્શનથી ભરપુર ફિલ્મ રેસ-૩ ફિલ્મમાં કામ કરી ગઇ હોવા છતાં અને ફિલ્મ સફળ રહી હોવા છતાં ડેઝી શાહને ફિલ્મના કારણે કોઇ ફાયદો થયો નથી. કારણ કેતેની પાસે નવી કોઇ ફિલ્મ રેસ બાદ આવી નથી. તે ગ્લેમર પ્રકારના રોલ કરવા માટે પણતૈયાર છે.
બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળતા મળી છે. તે તેના ઇશારે ચાલી પણ રહી છે. તેની પાસે હાલ નાના બજેટની ફિલ્મો આવી રહી છે પરંતુ તે આને લઇને સંતુષ્ટ છે. ડેઝીએ કહ્યુ છે કે તે સલમાન સાથે તેની મિત્રતાનો લાભ લેવા માટે વધારે ઉત્સુક છે. હાલના દિવસોમાં સલમાન ખાન અને લુલિયા વંતુરના સંબંધને લઇને ભારે ચર્ચા જાવા મળી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે લુલિયાએસલાહ આપી હતી. ડેઝી શાહ સાથે સલમાન ખાનની મિત્રતા લુલિયાને પસંદ પડી રહી નથી.
આવા અહેવાલને બિનજરૂરી રીતે મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે તે સલમાનની ફ્રેન્ડ છે. લુલિયાની નહી. જેથી આને લઇને કોઇ કોઇ અસર તેને થતી નથી. ડેઝી શાહે કહ્યુ છે કે તે સલમાન ખાન અને તેમના પરિવારની નજીક છે. સલમાનખાનની નજીકની મિત્ર છે તેમ કહીને મારી સાથે તેની ઓળખ કરવામાં આવી હતી. સલમાનના દરેક પ્રસંગમાં તે ખાસ ઉપÂસ્થત રહે છે. ડેઝી શાહે કહ્યુ છે કે તે બોલિવુડમાં ટકી રહેવાને લઇનેચિંતિત નથી. તે ફિટનેસને જાળવી રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે.