મી ટુ અભિયાનના એક વર્ષ બાદ દેશમાં મહિલાઓની સ્થિતી માં ફેરફાર થયા છે કે કેમ તેની ચર્ચા આજે વ્યાપક સ્તર પર જોવા મળી રહી છે. જાણકાર લોકો તો માને છે કે આનાથી ખુબ સારી અસર થઇ છે. કોર્પોરેટ જગતમાં કેટલીક પ્રતિષ્ઠિત કંપનીઓ તો કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરી ચુકી છે. વર્ષ ૨૦૧૮માં આ જ દિવસોમાં ભારતમાં મી ટુ અભિયાને ચર્ચા જગાવી હતી. એ વખતે સોશિયલ મિડિયા પર હેશટેગ મીટુને મહિલાઓએ યુદ્ધઘોષ તરીકે અપનાવીને જોરદાર ઝૂંબેશ છેડી દીધી હતી. આ અભિયાન જોરદાર રીતે તીવ્ર બની ગયા બાદ કેટલાકે આની ટિકા કરી હતી. કેટલાકે આની પ્રશંસા કરી હતી તો કેટલાકે આના પર શંકા પણ કરી હતી. કેટલાક લોકોએ આના પર હિમ્મત દર્શાવી હતી. તેમની હિમ્મતની પ્રશંસા પણ કરવામાં આવી હતી. પરંતુ હવે એક વર્ષ બાદ સવાલ એ થાય છે કે આ અભિયાન બાદ તેને સફળતા મળી છે. મહિલાઓની સ્થિતી માં ફેરફાર થયો છે કે કેમ તેને લઇને ચર્ચા છે.
લોકપ્રિય કવિ દુષ્યત કુમારના શબ્દોમાં કહેવામાં આવે તો સીર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહી મેરી કોશિશ હે કી યે સુર બદલની ચાહિએ. મી ટુ અભિયાને દેશમાં ભારે ચર્ચા જગાવી હતી. ગયા વર્ષે ભારતમાં મી ટુ અભિયાન આ દિવસોમાં ચર્ચા પર રહેતા તમામ લોકો તેની સામે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ભારતમાં અભિનેત્રી તનુશ્રી દત્તા અને કોમેડિયન મહિમા કુકરેજાએ તેમની સામે થયેલા અત્યાચારની વાત જાહેર કરી હતી. તનુશ્રી દત્તાએ એ વખતે તેના સહ અભિનેતા નાના પાટેકર પર એક ફિલ્મના ગાળા દરમિયાન દસ વર્ષે પહેલા તેમને ખોટી રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ આક્ષેપના કારણે મીટુ અભિયાનને હવા મળી ગઇ હતી.
ત્યારબાદ મનોરંજન, પત્રકારિતા જગતના અનેક હસ્તીઓની સામે આક્ષેપો સપાટી પર આવ્યા હતા. કોર્પોરેટ સેક્ટરના અનેક દિગ્ગજ મહિલાઓના નિશાના પર આવી ગયા હતા. કેટલાક નામ લેવામાં આવે તો બોલિવુડના બાબુજી, આલોકનાથ, નિર્દેશક રાજકુમાર હિરાની, અનુરાગ કશ્યપ, સંગીતકાર અનુ મલિક, સાજિદ ખાન, પત્રકારિતા જગતમાંથી રાજનેતા બનેલા એમજે અકબર, નિવોદ દુઆ અને કોર્પોરેટ સેક્ટરના સુરેશ રંગરાજનના નામ સપાટી પર આવ્યા હતા. કેટલાક લોકોને તો કામથી હાથ ધોવાની ફરજ પડી હતી. કેટલાક લોકોએ તો તેમની સામે આરોપ કરનારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. કેટલાક લોકો મહિલાઓની સાથે પણ આવ્યા હતા. કેટલાક લોકોએ મહિલાઓ પર શંકા કરી હતી. કેટલાકે તેમની હિમ્મતની પ્રશંસા કરી હતી. મોટા અભિનેતાઓએ તેમના આરોપી લોકો સાથે ફિલ્મો અને અન્ય પ્રકારના પ્રોજેક્ટોમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કેટલાક એવા લોકો પણ હતા જેમની સામે આરોપો થયા બાદ જાહેરમાં માફી પણ માગી હતી. અનુ મલિક તો આરોપો થયા બાદ ફરી ટીવી ચેનલો પર પોતાના શોમાં દેખાયા. અનુ મલિકની સામે બીજી વખત હોબાળો થયો હતો. કોર્ટના કામકાજના નિષ્ણાંત લોકો કહે છે કે આ કડવી વાસ્તવિકતા છે કે યૌન ઉત્પીડનના મામલા અપરાધ હેઠળ આવે છે. આવા મામલામાં ફરિયાદ તરત દાખલ થાય તે જરૂરી નથી.
આવી સ્થિતી માં મહિલાઓના કેસ નબળા પડી જાય છે. વર્ષો બાદ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે સમસ્યા આવે છે. કારણ કે પુરાવા હોતા નથી. આવી સ્થિતી મા મહિલાઓની સ્થિતી મજબુત બનતી નથી. જેથી આરોપી અપરાધી સાબિત થઇ શકતા નથી. કેટલાક પુરૂષોએ તો મહિલાઓની સામે જ માનહાનિના કેસ દાખલ કરી દીધા હતા. બોલિવુડ, ટેલિવીઝનની દુનિયામાં તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં મીટુના કારણે કેટલાક અંશે તો ફેરફારો થયા છે. કેટલાક લોકો કહે છે કે મીટુ અભિયાનના ભયના કારણે નિર્માતા નિર્દેશકો અને કંપનીઓમાં ટોપ અધિકારીઓ હવે યોગ્ય વર્તન કરતા થયા છે.
વિચારધારા બદલી નાંખવાની બાબત સરળ નથી. કારણ કે દશકોથી આ વિચારધારા ચાલી રહી છે. મહિલાઓને શંકાની દ્રષ્ટિએ જોનાર વિચારધારા આજે પણ પ્રવર્તી રહી છે. જેના કારણે તકલીફ અકબંધ રહી છે. વિચારધારાને બદલી નાંખવામાં હજુ સમય લાગી શકે છે. કેટલીક બાબતો તો ચોક્કસપણે બદલાઇ ગઇ છે. જો કે ધારાધોરણો માં ફેરફાર કરવાની જરૂરિયાત પણ દેખાઇ રહી છે.