ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અતુલ અંજાનનું નિધન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સિનિયર નેતા અતુલ અંજાનનું નિધન થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની લખનઉની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે સવારે લગભગ ૪ વાગે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અતુલ અંજાનનું ૬૧ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અતુલ અંજાન કેન્સરથી પીડિત હતા.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજાનનું શુક્રવારે સવારે લખનઉમાં અવસાન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અતુલ કુમાર છેલ્લા એક મહિનાથી લખનઉની મેયો હોસ્પિટલમાં દાખલ હતા. ૧૯૭૭માં લખનઉ યુનિવસિર્ટી સ્ટુડન્ટ્‌સ યુનિયનના પ્રમુખ તરીકે રાજકારણની શરૂઆત કરનાર અતુલ અંજાનને ડાબેરી રાજકારણનો મોટો ચહેરો માનવામાં આવતો હતો.

રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અતુલ કુમાર અંજાનના નિધનથી મને આઘાત લાગ્યો છે. તેઓ બહાદુર અને સમપિર્ત જાહેર સેવક હતા. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

Share This Article