ભારતનો ભવ્ય શ્રેણી વિજય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતનો ભવ્ય શ્રેણી વિજય

ઉનડકટ મેન ઓફ ધ મેચ

 રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમી રહેલી ભારતીય ટીમે મુંબઇ ખાતે રમાયેલ ત્રીજી ટી-૨૦ ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે જીત મેળવી છે. આ ત્રીજી ટી-૨૦માં પણ જીત મેળવીને શ્રીલંકાનો વ્હાઇટ વોશ કર્યો છે.

ભારતે ટોસ જીતી બોલિંગ કરી શ્રીલંકન સ્કોરને નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૩૫ રન સુધી સિમિત કર્યો હતો. શ્રીલંકાએ ૧૩૫નો સ્કોર ૭ વિકેટના નુક્શાને મેળવ્યો હતો. શ્રીલંકા તરફથી ગુણારત્ને ૩૭ બોલમાં  ૩૬ રન બનાવ્યા હતા. જ્યારે શનાકાએ ૨૪ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા.

૧૩૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે ૧૯.૨ ઓવરમાં પ વિકેટે ૧૩૯ રન કરી જીત મેળવી હતી.  રોહિતે શર્માએ ૨૦ બોલમાં ૨૭ રન, મનીષ પાંડેએ ૨૯ બોલમાં ૩૨ રન અને ઐયરે ૩૨ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોએ પણ સારૂં પ્રદર્શન કર્યું હતુ, જેમાં પ્રથમ ટી-૨૦ રમી રહેલા વોશિંગટન સુંદરે ૪ ઓવરમાં ૨૨ રન આપી ૧ વિકેટ, મોહંમદ સિરાજે ૧ વિકેટ, હાર્દક પંડ્યાએ ૨ વિકેટ મેળવી હતી.

મેન ઓફ ધ મેચ રહેલા જયદેવ ઉનડકટે ૪ ઓવરમાં ૧૫ રન આપી ૨ વિકેટ ઝડપી હતી.

Share This Article