ભરૂચનાં કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત પાણી પીવાથી ૨૫ થી વધુ ઊંટના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ડાયાબિટીસ કંટ્રોલ માટે ઊંટના દૂધના ઉપયોગની શરૂઆત બાદ ઊંટની માંગ ખુબ વધી છે તેવા સમયે ઊંટના મોતની ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા છે. સૂકાભંઠ આ વિસ્તારમાં કેમિકલયુક્ત વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો છે જયારે મામલે સંલગ્ન સરકારી એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.સ્થાનિકો અનુસાર આ સૂકાભંઠ વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે. અહીં એફ્લુઅન્ટની પાઈપલાઈન અથવા ઝેરી રસાયણિક કચરાનો નિકાલ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.સ્થાનિકોએ આ મામલે તંત્રને તપાસ હાથ ધરી કસુરવારો સમયે પગલાં ભરવા અને પીડિતોને વળતર અપાવવા માંગ કરી છે.સ્થાનિક અગ્રણી મહમત જત અનુસાર ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા અને આલીયાબેટ મળી ઊંટની સંખ્યા ૧૦૦૦ આસપાસ છે. ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ દૂધ માટે ઊંટની માંગ વધી છે. પશુપાલકો માટે વર્ષોથી આવક માટે નિરુપયોગી રહેલા ઊંટ હવે કામનીનું સાધન બની રહ્યા છે તે સમય ઊંટના મોતની ઘટનાથી પશુપાલકોમાં દુઃખ સાથે રોશની લાગણી જાેવા મળી રહી છે.હવે એક ઊંટ ૪૦ હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં ઊંટગાડી કેહચવા માટે પણ ઊંટની ખરીદી કરવા રાજસ્થાની વેપારીઓ વાગરા અને આલીયાબેટ આવતા હોય છે.

Share This Article