ફિલ્મ સીન મામલે અભિનેતા સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી
મુંબઈ : તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ ‘લિયો’માં થાલપથી વિજયની સાથે તૃષા કૃષ્ણન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતી. જ્યારે, મન્સૂર અલી ખાને ફિલ્મમાં લિયોમાં કો-સ્ટાર હતો. તાજેતરમાં મન્સૂરે તૃષા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના કારણે હવે હંગામો મચી ગયો છે.. તૃષા અને મન્સૂર વચ્ચેના વિવાદમાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે નુંગમ્બક્કમ પોલીસે મન્સૂર અલી ખાન વિરુદ્ધ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ચેન્નાઈ પોલીસે તૃષા પર અભદ્ર ટિપ્પણીને લઈને IPCની કલમ ૩૫૪છ અને ૫૦૯ હેઠળ કેસ નોંધ્યો છે. મન્સૂર અલી ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં તે પોતાની વાત પર અડગ છે અને કહ્યું છે કે હું માફી નહી માંગુ. ત્યારે મામલાએ વેગ પકડ્યા બાદ તેમણે પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.. મન્સૂર કહ્યું હતુ કે, ‘નદીગર સંગમે માફી માંગવા સુધી અસ્થાયી પ્રતિબંધ લાદીને ભૂલ કરી છે. જ્યારે આવો કોઈ મુદ્દો ઊભો થયો ત્યારે તેમણે મારી પાસેથી સ્પષ્ટતા પણ માગી ન હતી. મન્સૂરે વધુમાં કહ્યું હતું કે, ‘નાદિગર સંગમે મને ફોન કરવો જાેઈતો હતો અથવા નોટિસ આપી સ્પષ્ટતા માંગવી જાેઈતી હતી. મામલાની તપાસ થવી જાેઈએ. પરંતુ આવું ન થયું. મારા શબ્દોનો અર્થ અંગત રીતે નહોતો.. મન્સુરે પોતાની વાત રાખતા માફી માંગવાની ના પાડી દીધી. તેણે કહ્યું, ‘જાે સિનેમામાં શોષણ કે હત્યાનો સીન હોય તો શું તે વાસ્તવિક છે? શું આનો અર્થ ખરેખર કોઈનું શોષણ કરવાનો છે? ફિલ્મોમાં હત્યા કરવાનો અર્થ શું છે? શું આનો અર્થ એ છે કે તેઓ ખરેખર કોઈની હત્યા કરી રહ્યા છે? મારે શા માટે માફી માંગવી જાેઈએ? મેં કંઈ ખોટું નથી કહ્યું. હું તમામ અભિનેત્રીઓનું સન્માન કરું છું.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more