બેંકિંગ હિંદી ક્ષેત્રમાં શ્રેષ્ઠ લેખન માટેના પુરસ્કારની સમય મર્યાદા વધારવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બેંકિંગ હિંદી ક્ષેત્રમાં શ્રેષ્ઠ લેખન માટેના પુરસ્કારની સમય મર્યાદા વધારવામાં આવી

સમય મર્યાદા ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ સાંજે ૫ કલાક સુધી વધારી

બેંકિંગ હિંદીમાં મૌલિક લેખન અને શોધને પ્રોત્સાહિત કરવાના દ્રષ્ટિકોણથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા ´બેંકિંગ હિંદી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લેખન માટે પુરસ્કાર યોજના´ શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભારતીય વિશ્વવિદ્યાલયોના પ્રોફેસરો (સહાયક અને એસોસિયેટ પ્રોફેસર, વગેરે સહિત)ને આર્થિક/બેંકિંગ/નાણાકીય વિષયો પર હિંદીમાં લખયેલ મૌલિક પુસ્તકો માટે રૂ.૧,૨૫,૦૦૦ (રૂપિયા એક લાખ પચીસ હજાર માત્ર)ના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી.

આ માટેની અંતિમ તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૭ નિર્ધારીત કરવામાં આવી હતી. પરંતુ આ અવધિમાં હવે વધારો કરવામાં આવ્યો છે. આ બાબતે રિઝર્વ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે  ´બેંકિંગ હિંદી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લેખન માટે પુરસ્કાર યોજના´ અંતર્ગત આ યોજનામાં ભાગ લેવા ઇચ્છુક તમામ પ્રોફેસરો દ્વારા તેમની કૃતિઓ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ સાંજે ૫ કલાક સુધી કે તે પહેલા મોકલી આપવાની રહેશે. આ બાબતની જાણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અખબારી યાદી રજૂ કરી કરવામાં આવી છે.

આ સંદર્ભે વધુ માહિતી નીચે આપેલ લીંક પર મેળવી શકો છો.

https://www.rbi.org.in/hindi1/Upload/content/PDFs/TCOAP16102017.pdf

 

 

Share This Article