મુંબઈ : બીએએસએફ દ્વારા તેની ‘વાહ રે કિસાન’ કેમ્પેઈન (”ખેડૂતોને સલામ”) રજૂ કરવામાં આવી છે. આ કેમ્પેઈન બીએએસએફની ધ બિગેસ્ટ જોબ ઓન અર્થ કેમ્પેઈન છે અને તે થકી તેમના સમુદાયોમાં ફરક લાવતા અને દેશના કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપતા 5 ખેડૂતોને આલેખિત કરીને ભારતના ખેડૂતોની હિમાયત કરવાનું લક્ષ્ય ધરાવે છે.
કેમ્પેઈનનું સૂત્રસંચાલન કરવા માટે બીએએસએફ દ્વારા શ્રી અન્નુ કપૂરને નિયુક્ત કરાયો છે અને એપિસોડ ખાસ બીએએસએફની યુટ્યુબ અને ફેસબુક ચેનલો પરથી પ્રસારિત કરાશે. સિરીઝના લોન્ચ પૂર્વે ખેડૂતોને તેમની વાર્તાઓ સુપરત કરવા આમંત્રિત કરવા માટે એક મહિના સુધી સોશિયલ મિડિયા કેમ્પેઈન ચલાવવામાં આવશે, જેમાંથી ‘વાહ રે કિસાન’ કેમ્પેઈન માટે સૌથી પ્રેરણાત્મક 5 વાર્તાઓ પસંદ કરવામાં આવશે.
‘‘બીએએસએફના કૃષિ સમાધાન માટે ધ બિગેસ્ટ જોબ ઓન અર્થ વૈશ્વિક કેમ્પેઈન છે અને ખેડૂતો વધુ પ્રકાશમાં આવે અને તેમની સરાહના થાય તે માટે હકદાર છે. ભારતમાં વૈવિધ્યપૂર્ણ ભૂગોળ અને ખેડીવાડીના વ્યવહારો સાથે મને ”વાહ કે કિસાન”માં દર્શાવામાં આવેલા 5 નાવીન્યપૂર્ણ ખેડૂતોને મળવાની ખુશી છે અને મને આશા છે કે કૃષિમાં બધા માટે સક્ષમ ભવિષ્ય મળે તે માટે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા વધુ ખેડૂતો અમારી સાથે કામ કરવા માટે પ્રેરિત થશે,’’ એમ એગ્રિકલ્ચરલ સોલ્યુશન્સ બીએએસએફ એસઈના પ્રેસિડેન્ટ લિવિયો તેડેશ્ચીએ જણાવ્યું હતું.
· એપિસોડ એકઃ ઊર્જા કાર્યક્ષમ અને ઓછા ખર્ચના સોલાર ડ્રાયરની શોધ, જે ખેડૂતોના પાકનું લણણી પશ્ચાત નુકસાન ઓછું કરવામાં મદદ કરે છે. (મહારાષ્ટ્રના શ્રી તુષાર ગવારે).
· એપિસોડ બેઃ આ ખેડૂતે નાવીન્યપૂર્ણ વ્યવહારો સાથે ખેતીવાડીને જોડીને પોતાની સાથે આખા ગામની ખેતજમીનોમાં પરિવર્તન લાવી દીધું છે. (કર્ણાટકના શ્રી મંજન્ના ટી.કે.).
· એપિસોડ ત્રણઃ ભાતના ઘરેલુ ચોખાના પ્રકારનું સંવર્ધન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રાઈસ લાઈબ્રેરી (આસામના શ્રી મહાન ચંદ્ર બોરા).
· એપિસોડ ચારઃ પારંપરિક પાક લેવાની પ્રણાલીઓ દ્વારા સામનો કરાતી પાણીની અછતને નાથવામાં ડાઈવર્સિફાઈડ ખેતીવાડી કઈ રીતે મદદરૂપ થાય છે તે બતાવી દીધું છે. (પંજાબના શ્રી સરવન સિંહ ચાંદી).
· એપિસોડ પાંચઃ નાવીન્યપૂર્ણ લો ચિલિંગ સફરજનના પ્રકાર સાથે પારંપરિક સફરજનના ઉત્પાદનમાં નવો દાખલો બેસાડ્યો છે. (હિમાચલ પ્રદેશના શ્રી હરિમાન શરમન).
‘‘અમે ‘વાહ રે કિસાન’ રજૂ કરવા અને ભારતભરના ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે ભારે રોમાંચિત છીએ,’’ એમ બીએએસએફ એગ્રિકલ્ચલ સોલ્યુશન્સ, ઈન્ડિયાના બિઝનેસ ડાયરેક્ટર ગિરિધર રાનુવાએ જણાવ્યું હતું. ”વાહ રે કિસાન” હાલમાં સોશિયલ મિડિયા પર 35 મિલિયનની પહોંચ ધરાવે છે અને હું માનું છું કે ખેડૂતો દ્વારા સામનો કરાતા પડકારો પ્રત્યે ધ્યાન ખેંચવા માટે તે મહત્ત્વપૂર્ણ છે. ઈન્ફો-ટેઈનમેન્ટ એપિસોડ થકી અમને આશા છે કે શહેરમાં રહેતા ઘણા બધા લોકો જેની બહુ સહજથી અવગણના કરે છે અને આપણું ખાદ્ય કઈ રીતે પેદા થાય છે તેમાં આપણે સંકળાયેલા નથી ત્યારે આપણા આ ખેડૂતોના ઉચ્ચ ક્રિયાત્મક પ્રયાસો આસપાસનો વાર્તાલાપ તેમને પણ વિચારતા કરી મૂકશે.’’
5 ખેડૂતની વાર્તાઓનું સૂત્રસંચાલન પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર શ્રી અન્નુ કપૂરે કર્યું છે અને તે BASF Agro India – YouTube પર ઉપલબ્ધ છે. 2025ના આગામી મહિનાઓમાં બીએએસએફ ‘વાહ રે કિસાન’ ની સીઝન-2માં અલગ અલગ વાર્તા સાથે નવા ખેડૂતોને લાવવા ધારે છે.
બીએએસએફના એગ્રિકલ્ચરલ સોલ્યુશન્સ વિભાગ વિશે
અમે જે પણ કરીએ તે ખેતીવાડીના પ્રેમ માટે કરીએ છીએ. ખેડીવાડી પર્યાવરણીય પ્રભાવો ઓછા કરીને ઝડપથી વધતી વસતિ માટે પૂરતું આરોગ્યવર્ધક અને કિફાયતી ખાદ્ય પૂરું પાડવા માટે સૈદ્ધાંતિક છે. આથી જ અમે સર્વ વેપાર નિર્ણયોમાં સક્ષમ માપદંડને જોડવા માટે ભાગીદારો અને નિષ્ણાતો સાથે કામ કરીએ છીએ. 2023માં €900 મિલિયન પાઉન્ડ સાથે અમે ખેતરોમાં વ્યવહારુ કૃતિ સાથે નાવીન્યપૂર્ણ વિચારોને જોડીને મજબૂત આરએન્ડડી પાઈપલાઈનમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. અમારા સમાધાન અલગ અલગ પાક પ્રણાલીઓ માટે હેતુ પ્રેરિત છે. બીજ અને તેની ખૂબીઓ, પાક રક્ષણ પ્રોડક્ટો, ડિજિટલ સાધનો અને સક્ષમતાના અભિગમને જોડીને વેલ્યુ ચેઈન સાથે ખેડૂતો, ઉત્પાદકો અને અન્ય અમારા હિસ્સાધારકો માટે શ્રેષ્ઠ શક્ય પરિણામો પ્રદાન કરવામાં અમે મદદ કરી રહ્યા છીએ. લેબ, ફિલ્ડ, ઓફિસ અને ઉત્પાદનમાં ટીમો સાથે અમે કૃષિ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરવા માટે અમારી શક્તિમાં બધું જ કરીએ છીએ.
2023માં અમારા વિભાગે €10.1 અબજ પાઉન્ડનું વેચાણ ઊપજાવ્યું હતું. વધુ માહિતી માટે કૃપા કરીને વિઝિટ કરો www.agriculture.basf.com અથવા અમારા કોઈ પણ સોશિયલ મિડિયા ચેનલની વિઝિટ કરો.
ભારતમાં બીએએસએફ વિશે
બીએએસએફે 130થી વધુ વર્ષથી ભારતની પ્રગતિમાં સફળતાથી ભાગીદારી કરી છે. 2023ના અંતે બીએએસએફની દેશભરમાં 8 ઉત્પાદન સાઈટ્સ અને 42 ઓફિસો સાથે ભારતમાં 2,335 કર્મચારીઓ હતા. ઈનોવેશન કેમ્પસ મુંબઈ અને મેન્ગલોરમાં કોટિંગ્સ ટેક્નિકલ સેન્ટર બીએએસએફના વૈશ્વિક ટેકનોલોજી મંચનો હિસ્સો છે. 2023માં બીએએસએફે ભારતમાં ગ્રાહકો માટે આશરે €2.4 અબજ પાઉન્ડનું વેચાણ નોંધાવ્યું હતું. વધુ માહિતી માટે વિઝિટ કરો www.basf.com/in
બીએએસએફ વિશે
બીએએસએફમાં અમે સક્ષમ ભવિષ્ય માટે કેમિસ્ટ્રી નિર્માણ કરીએ છીએ. અમે પર્યાવરણ રક્ષણ અને સામાજિક જવાબદારી સાથે આર્થિક સફળતાને જોડીએ છીએ. બીએએસએફ ગ્રુપના આશરે 112,000 કર્મચારીઓ લગભગ બધાં ક્ષેત્રોમાં અને દુનિયાના લગભગ બધા દેશોમાં અમારા ગ્રાહકોની સફળતામાં યોગદાન આપે છે. અમારા પોર્ટફોલિયોમાં છ સેગમેન્ટ્સ છેઃ કેમિકલ્સ, મટીરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, સરફેસ ટેકનોલોજીઝ, ન્યુટ્રિશન અને કેર અને એગ્રિકલ્ચલ સોલ્યુશન્સ. બીએએસએફે 2023માં €68.9 અબજ પાઉન્ડ ઊપજાવ્યા હતા. બીએએસએફના શેરો ફ્રેન્કફર્ટમાં સ્ટોક એક્સચેન્જ પર અને યુ.એસ.માં અમેરિકન ડિપોઝિટરી રિસીપ્ટ્સ (બીએએસએફવાય) તરીકે ટ્રેડ થાય