મુંબઇ: શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ રિકવર ૩૬૫૨૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૮ પોઇન્ટ રિકવર થઇને ૧૧૦૦૮ની સપાટીએ રહ્યો હતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બેંકિંગ શેરોમાં ફરી એકવાર તેજી જામી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસીસના શેરમાં તેજી જાવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. બંધન બેંકના શેરમાં લોઅર સર્કિટની સ્થિતિ રહી હતી. નવી શાખાઓ ખોલવાથી ખાનગી સેક્ટરના આ ધિરાણદારને રોકવાના આરબીઆઈના નિર્ણય બાદ બંધન બેંકને મોટો ફટકો પડ્યો હતો.
આવતીકાલે શેરબજારમાં ગાંધી જ્યંતિના દિવસે રજા રહેશે. ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં સતત પાંચમાં સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો.
આરબીઆઈની પોલિસી પણ જાહેર કરવામાં આવનાર છે. સર્વિસ પીએમઆઈના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જાવા મળી હતી. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના સપ્ટેમ્બર વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનાના આંકડાને લઇને બજાર નિષ્ણાતો ગણતરી લગાવી રહ્યા છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ વખતે વેચાણના આંકડામાં હવે સુધારાનો દોર શરૂ થશે. કેરળમાં પુરના લીધે અર્થતંત્રને નુકસાન થયું છે. બીજી બાજુ ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન તથા યુરો ઝોન દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર મહિના માટેના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સુધારો થઇ શકે છે.
સપ્ટેમ્બર મહિના માટે જાપાનના કન્ઝ્યુમર કોન્ફેરન્સના ડેટા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ે અમેરિકા દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના બેરોજગારીના ડેટા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડાઓ વૈશ્વિક પરિબલોની સાથે સાથે બજાર ઉપર અસર કરી શકે છે. સરકાર દ્વારા સ્થાનિક કરન્સીના અવમુલ્યનને રોકવા માટે હાલમાં પગલા લેવાયા છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર મક્કમ દેખાઈ રહી છે. જા કે, આ પગલા હજુ સુધી અપેક્ષા મુજબ સફળ રહ્યા નથી. સ્થાનિક કંપનીઓ દ્વારા આ સપ્તાહથી જ તેમની બીજી ત્રિમાસિક કમાણીના રિપોર્ટ જારી કરવામાં આવનાર છે. કેપી એનર્જી દ્વારા બુધવારના દિવસે કમાણીના આંકડા જારી કરાશે. શુક્રવારે ગોવા કાર્બન દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવશે.