પશ્ચિમ બંગાળ પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થનાર છે. પશ્ચિમ બંગાળમાં મમતાને જોરદાર ટક્કર આપવા અને તેમના પ્રભુત્વને ખતમ કરવા માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ આક્રમક રણનિતી સાથે આગળ વધી રહ્યા છે. તેમની વચ્ચે આ વખતે મુખ્ય સ્પર્ધા થનાર છે. મમતાની સામે છેલ્લી ચૂંટણી જેવો દેખાવ કરવા માટે પડકાર રહેલો છે. કારણ કે અમિત શાહ અને મોદીએ બંગાળમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરવા માટે વિવિધ પહેલ કરી છે. ભાજપની જે રીતે લોકોમાં અહીં લોકપ્રિયતા વધી રહ છે તે જાતા મમતાની સામે આ વખતે મુશ્કેલી રહેલી છે. ફિલ્મ સ્ટારો અનવે પક્ષ પલટુ લોકોની મદદથી બંગાળમાં જીત મેળવવા માટે ભાજપે જોરદાર તૈયારી શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળના પ્રવેશદ્વાર તરીકે આસનસોલને ગણવામાં આવે છે. બંગાળમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ખેંચતાણ વધી છે. આ ખેંચતાણ વધવા માટેના કેટલાક કારણ રહેલા છે. આસનસોલમાં બિહારી લોકોના પ્રભુત્વને જાઇ શકાય છે. તૃણમુળ કોંગ્રેસના મજબુત કિલ્લામાં ગાબડા પાડવા માટે ભાજપ સજ્જ છે. તૃણમુળના મજબુત ગઠ વચ્ચે સ્થિત આસનસોલ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ હતી. અહીં ભાજપે જીત મેળવી રાજકીય પંડિતોની ગણતરીને ઉંઘી કરી દીધી હતી. આ જીતના કારણે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં સ્થિતી બદલાઇ ગઇ છે. બંગાળી લોકો અને બિહારી વચ્ચે ખીણ ઉંડી થઇ છે. તૃણમુળ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હાલમાં તલવારો ખેંચાઇ ગઇ છે. તલવાર એટલી હદ સુધી ખેંચાઇ ગઇ છે કે સામાન્ય વ્યÂક્ત બંને પાર્ટીના સંબંધમાં કોઇ ટિપ્પણી કરતા પહેલા વિચારી લે છે અને જાઇ લે છે કે ટિપ્પણી કરતા પહેલા કોઇ ખતરો તો જાનને નથી.
આસનસોલથી થઇને જ્યારે દુર્ગાપુર તરફ જઇએ છીએ ત્યારે ચારેબાજુ મમતાના બેનરો લાગેલા રહે છે. ટ્રાફિક પોલીસ હોય કે પછી પાલિકા પ્રચાર હોય ચારેબાજુ મમતા બેનર્જીના પોસ્ટર જાઇ શકાય છે. મમતાના માધ્યમથી જ સરકારી કર્મચારીઓ તેમની વાતો રજૂ કરે છે. આ પ્રચારની રણનિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને અપનાવવામાં આવી રહી છે. રાજકીય ટિકાકાર દેવેન્દ્ર શુક્લાનુ કહેવુ છે કે ભાજપે આ ટેકનિક મમતાની પાસેથી જ શિખી છે. આસનસોલની આસપાસની વર્ધમાન, પૂર્વ વર્ધમાન, દુર્ગ, પુરુલિયા, બાંકુરા, વિષ્ણુપુર, બોલપુર અને બીરપુરમાં તૃણમુળ કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસ પાર્ટી તો મેદાનમાં જ દેખાતી નથી. એમ કહી શકાય છે કે તૃણમુળ કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટીની જગ્યા લઇ લીધી છે. ડાબેરીઓની હાલત તો ખુબ કફોડી બનેલી છે.
આસનસોલ અને દુર્ગાપુર સીટ પર કારખાનાના કારણે બિહાર અને ઝારખંડથી આવેલા મતદારો વધારે નોંધાયેલા છે. દુર્ગાપુરના લોકો કહે છે કે આસનસોલ અને દુર્ગાપુરમાં તો બિહારી મતદારો જે ઇચ્છશે તે જ થશે. તે બંગાળી માનુષની ઇચ્છાની વિરુદ્ધમાં મતદાન કરનાર છે. વર્ષ ૨૦૧૪માં બાબુલ સુપ્રિયોની જીત થઇ હતી. બાબુલ સુપ્રિયો સાંસદ તરીકે આસનસોલના મજદુરોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. દુર્ગાપુરમાં ભાજપ છેલ્લી ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહ્યા બાદ આ વખતે પૂર્ણ તાકાત લગાવી દેવામાં આવી છે. ભાજપના લોકો કહે છે કે આ વખતે તૈયારી જોરદાર રીતે ચાલી રહી છે. તમામ બુથસ્તર પર વાતચીત ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બીરભુ અને બાંકુરામાં પણ ભારતીય જનતા પાર્ટી તેની સ્થિતીને મજબુત કરવામાં લાગેલી છે. બીરભુમમાં પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ જોરદાર રહ્યો હતો. લોકસભામાં પણ શાનદાર દેખાવ કરી શકે છે. એમ માનવામાં આવે છે કે ભાજપ મૌસમી ચેટર્જીને બીરભુમમાંથી ઉમેદવાર બનાવી શકે છે. બાકુરામાં ટીવી સ્ટાર લોકેટ ચેટર્જીને મેદાનમાં ઉતારી શકે છે. કોંગ્રેસ પાર્ટી અને ડાબેરીઓની હાલત કફોડી બનેલી છે ત્યારે ભાજપ જોરદાર લાભ લેવા માટે તૈયાર છે. આની સાબિતી મળી ગઇ છે. કારણ કે અમિત શાહ અને મોદી ઝંઝાવતી પ્રચાર કરવાની તૈયારી કરી ચુક્યા છે.