બજારમાં શુગર ફ્રીનો દાવો કરનાર કંપનીઓના ખાદ્ય અને અન્ય ડ્રિન્કની ચીજોમાં મિક્સ કરવામાં આવતા સ્વટનરમાં પણ ખાંડ જેવા જ નુકસાન છે. બ્રિટીશ મેડિકલ જનરલમાં આ સંબંધમાં પ્રકાશિત કરવામાં આવેલા દાવા ખરેખર ચોંકાવે તેવા રહ્યા છે. આ દાવા પણ એવા સમય પર આવ્યા છે જ્યારે ભારત સહિત દુનિયાના દેશોમાં ડાયાબિટીસની તકલીફ રોકેટ ગતિથી ફેલાઇ રહી છે. આવી સ્થિતીમાં ખાંડના બદલે તેના વિકલ્પ તરીકે કેટલીક ચીજોનો ઉપયોગ દુનિયાના દેશો કરી રહ્યા છે. જે પેદાશોને શુગર ફ્રી તરીકે દર્શાવવામાં આવે છે તેવી ચીજોનો ઉપયોગ દુનિયાના દેશોના લોકો કરી રહ્યા છે.
આવી સ્થિતીમાં આ પ્રકારના ચોંકાવનારા દાવા તમામને હેરાન કરે તેવા છે. અભ્યાસમાં કરવામાં આવેલા દાવા ચોક્કસપણે ખતરાની ઘંટી સમાન છે. શુગર ફ્રી દર્શાવવામાં આવતી પેદાશો ફાયદાકારક હોવાના બદલે નુકસાનકારક સાબિત થઇ રહ્યા છે. જો ફાયદાકારક સાબિત થવાના બદલે પેદાશો નુકસાનકારક રહે તો આ પેદાશોને બજારમાં લાવવા માટેનો દાવો કરનાર કંપનીઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. વાત માત્ર શુગર ફ્રી તરીકે દર્શાવવામા આવતી પેદાશોની થઇ રહી નથી. બલ્કે આરોગ્ય સાથે ચેડા કરનાર અને આરોગ્યની સામે ખતરો ઉભો કરનાર દરેક ચીજો માટે છે.
હાલમાં આરોગ્યને નુકસાન કરે તેવી પેદાશો કોઇ પણ અડચણો વગર વેચવામાં આવે છે. સમય સમય પર એવા દાવા પણ સપાટી પર આવતા રહે છે કે પેદાશોમાં રહેલા પદાર્થની ગુણવત્તા યોગ્ય નથી. ચીજોની ગુણવત્તાના મોટા મોટા દાવા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ હકીકતમાં દાવા પોકળ હોય છે. પ્રશ્ન એ થાય છે કે હકીકતમાં જે પેદાશોને કંપનીઓ શુગર ફ્રી તરીકે દર્શાવીને બજારમાં ઉતારી રહી છે તે પેદાશોના કોઇ વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામા આવે છે કે કેમ ? આ પ્રકારની પેદાશોનુ ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને કોઇ નુકસાન થશે નહીં તેની ખાતરી કરવામાં આવતી નથી. જવાબમાં તમામ લોકો જાણે છે કે આવી પેદાશોની કોઇ ચકાસણી કરવામાં આવતી નથી. વધારે દિવસ થયા નથી જ્યારે બાળકોના ટેલક્મ પાઉડરમાં કેન્સરના કારકના તત્વોના હેવાલને સમર્થન મળી ગયુ હતુ. એ કંપની પર અબજા રૂપિયાના દાવાના કારણે વિશ્વના દેશોના લોકો ચોંકી ગયા હતા. વર્ષોથી લોકો તે મોંઘા પાઉડરને બાળકો માટે ઉપયોગી સમજીને ઉપયોગ કરી રહ્યા હતા.
આવી જ રીતે દુનિયામાં સ્થુળતાને ઘટાડ દેતી દવા, ઉંચાઇ વધારી દેતી દવા, દિમાગને તેજ કરવામાં ઉપયોગી રહેલી દવાને લઇને પણ પ્રશ્નો થાય છે. આ તમામ ચીજોબનાવતી કંપનીઓના દાવા પર પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પ્રચાર તંત્રની દુનિયામાં આ કંપનીઓ પોતાની પેદાશોને ખુબ આકર્ષક રીતે રજૂ કરે છે. પેદાશોને આ રીતે રજૂ કરવામાં આવે છે કે એ વખતે તો ભણેલા લોકો પણ થાપ ખાઇ જાય છે. ખાદ્યાન ચીજોમાં મિક્સ કરવાની બાબત આરોગ્ય સાથે ચેડા સમાન છે. આને રોકવા માટે તમામ પગલા લેવામા આવે તે જરૂરી છે. બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી પેદાશોને લઇને સંબંધિત વિભાગ અને સંસ્થાઓ વધારે ધ્યાન કેન્દ્રિત કરીને તેમની ગુણવત્તામાં ધ્યાન આપે તે જરૂરી છે.