શ્રીનગર : પુલવામા હુમલાને લઇને એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઈએની ટીમે એ ગાડી અંગે માહિતી મેળવી લીધી છે જેનો ઉપયોગ પુલવામા એટેક માટે કરવામાં આવ્યો હતો. આ બાબતની શંકા પણ દેખાઈ રહી છે કે, ગાડીના માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં સામેલ થઇ ગયો છે. એનઆઈએની ટીમ મુજબ સજ્જાદે આ કાર ચોથી ફેબ્રુઆરીના દિવસે ખરીદી હતી. આ પહેલા કારનો માલિક જલીલ હક્કાની હતો.
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના, કુવો સાફ કરવા ઉતરેલા 8 લોકોનું ગુંગળાઈ જવાથી મોત
ખંડવા : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, 6 મૃતદેહ...
Read more