પાકિસ્તાનની ટીમ ભારત આવશે કે નહીં?.. પાકિસ્તાન સરકારે લીધો ર્નિણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આ વર્ષે ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમની ભાગીદારીને લઇ તમામ વસ્તુઓ સ્પષ્ટ જણાય રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ટીમને પાકિસ્તાન સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી આઇસીસી ઈવેન્ટમાં ભાગ લેવા પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવશે. સમાચાર એજન્સી એ.એન.આઈ એ વિદેશ કાર્યાલયને ટાંકીને સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્ષે આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર વર્લ્ડ કપ રમવા ભારત આવનારી ટીમની માહિતી આપવામાં આવી છે.

આઇસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ ૧૫ ઓક્ટોબરે રમાવાની હતી. નવરાત્રિને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ મેચ એક દિવસ પહેલા ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સુરક્ષાના કારણોને ટાંકીને પાકિસ્તાન સરકારે અત્યાર સુધી તેને ભારત આવવાની પરવાનગી આપી ન હતી. આઇસીસી તરફથી ખાતરી મળ્યા બાદ ટીમને ભારતમાં વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. બીસીસીઆઇ એ આ વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે પાકિસ્તાન ન જવાનો ર્નિણય લીધો હતો. આ વાત સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી.

પાકિસ્તાનમાં યોજાનારી એશિયા કપની ૪ મેચો સિવાય તમામ મેચો શ્રીલંકામાં કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાને આઇસીસીના સતત ભારતમાં ન રમવા અંગે ચર્ચા કરી હતી પરંતુ મામલો બહાર આવ્યો ન હતો. અંતે પીસીબીએ બધું પાકિસ્તાન સરકાર પર છોડી દીધું હતું. હવે ત્યાંથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે.

Share This Article