નિર્ભયાના દોષિતોને તિહારની જેલ નંબર-૩માં ફાંસી અપાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તિહાર જેલમાં બંધ રહેલા નિર્ભયાના ચારેય અપરાધીઓને ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. જો કે તે પહેલા તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામા આવી ચુકી છે. તિહાર જેલમાં નંબર-૩માં તમામને ફાંસી આપવામાં આવનાર છે. હવે નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે નિર્ભયા દોષિતોને ૧૬મી ડિસેમ્બરના દિવસે અથવા તો ૨૯મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખ્તો  જેલ નંબર -૩માં રાખવામાં આવ્યો છે. જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો.

બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઇ શકાય છે. ફાંસીના રૂમમાં ગેટથી પ્રવેશ કરતાની સાથે જ ફાંસીનો તખ્તો છે. તેમાં ફાંસી આપવાવાળા પ્લેટફોર્મની નીચે બેસમેન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યા થોડાક દિવસ પહેલા વરસાદી પાણી ભરાયા હતા. તેને હવે સાફ કરવામાં આવ્યા બાદ અન્ય તૈયારી પણ ચાલી રહી છે. બેસમેન્ટમાં જવા માટે આશરે ૨૦ સીઢી છે. જેમાં નીચે પહોંચ્યા બાદ ફાંસી પર લટકાવી દેવામાં આવેલા કેદીને બહાર કાઢવામાં આવે છે. ફાંસીના રૂમમાં ઉપર કોઇ છત નથી.

અધિકારીઓના કહેવા મુજબ રાષ્ટ્રપતિ તરફથી દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ જલ્લાદને બોલાવી દેવામાં આવનાર છે. ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર અને યુપીમાંથી જલ્લાદને બોલાવી દેવામાં આવનાર છે.

Share This Article