ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. આ બેઠક ઘણી રીતે ખાસ છે. અમેરિકા સતત ભારતને નિજ્જર હત્યાકાંડમાં સહયોગ કરવાની વાત રહ્યું છે. જયશંકરની મુલાકાત પહેલા જ અમેરિકાએ નિજ્જર હત્યા કેસની તપાસમાં સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. અમેરિકાએ ભારતને ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે.. ગુરુવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જયશંકર-બ્લિન્કેન મીટિંગમાં કેનેડાના એજન્ડા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે યુએસએ ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે. બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા કહ્યું કે અમેરિકાએ તેમને આશ્વાસન આપ્યું છે કે એન્ટની બ્લિંકન નિજ્જર હત્યા કેસ પર જયશંકર સાથે વાત કરશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે બહુ જલદી ૨ ૨ બેઠક થશે. બેઠકની સાથે જ તેમણે ય્૨૦ સમિટમાં સહયોગ માટે આભાર માન્યો હતો.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more