નવસારી : શહેરમાં એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક ૩ વર્ષનું બાળક ફલેટની બહાર રમતું હતુ તે વખતે તે લિફટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્કયું કર્યુ હતુ અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.
નિરવ એપોર્ટમેન્ટના બીજા માળે રહેતો બાળક લિફટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લીફટમાંથી બહાર કાઢયું હતુ અને તેનુ મોત થયું છે. એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે તે પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી.
બાળક લીફટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો, તો ફાયર વિભાગે કટર મશીનથી લિફટનો દરવાજાે ખોલી બાળકને બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી.