એરોજાના યુનિવર્સિટીના શોધના કહેવા મુજબ પહેલા લગ્ન હોય કે પછી તલાક બાદ લગ્ન કર્યા હોય તમામ બાબતોમાં કેટલીક બાબતો સામાન્ય રીતે લાગુ પડે છે. શોધ કર્યા બાદ નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે પતિ-પત્નિ વચ્ચે ભાવનાત્મક લડાઇ અને ચર્ચા તેમજ બોલાચાલી દરમિયાન મહિલાને પણ પુરૂષની જેમ જ તેની વાત જલ્દીથી ખતમ કરી દેવી જોઇએ. કાનસસ સ્ટેટ યુનિવર્સિટીના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે પૈસાને લઇને છેડાયેલી લડાઇ પણ તલાક સુધી દોરી જાય છે. આવી સ્થિતીમાં પૈસાની બચત કરતા શિખવામાં આવે તે પણ જરૂરી છે. આ ઉપરાંત ભુતકાળમાં જીવવા અને જુના સંબંધોની પાછળ ભાગવાના કારણે પણ તમે વધારે હતાશ થઇ શકો છો.
જેથી વર્તમાનમાં જીવવાની ટેવ રાખવાથી ફાયદો થાય છે. સાથીને તેના દ્રષ્ટિકોણથી પણ સમજી લેવાના પ્રયાસ કરવા જોઇએ. વાતચીત કરતા રહેવાથી ફાયદો થાય છે. સંબંધો હળવા બને છે. એકબીજા માટે વધારે સમય કાઢવા માટેના પ્રયાસ પણ કરવા જોઇએ. સ્થિતી કેવી પણ પ્રકારની કેમ ન રહે હમેંશા રચનાત્મક માહોલ જાળવી રાખવા માટેના પ્રયાસ કરવા જોઇએ. આર્થિક રીતે પોતાને વધારે મજબુત કરવાના પ્રયાસ સતત કરતા રહેવાથી ફાયદો થાય છે.
નિષ્ણાંતોની એવી પણ સલાહ છે કે જો બગડી રહેલા સંબંધને બચાવી લેવાની આશા છે તો ચોક્કસ પણે તેના પ્રયાસ થવા જોઇએ. તલાક લેતા પહેલા બાળકોના ભવિષ્ય પર થનાર માનસિક અને શારરિક પ્રભાવ પર વિચારણા કરવી જોઇએ. પોતે કેમ અલગ થઇ રહ્યા છે તેના કારણો પણ બાળકોની સમક્ષ રજૂ કરવા જોઇએ. બાળકોની અંદર કડવાસ ભરવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. બાળકોને એ બાબત પણ સમજાવવી જોઇએ કે પત્નિ પતિ તરીકે અલગ થઇ રહ્યા છે બાળકો માટે માતા પિતા તરીકે યથાવત રહેશે.