નવીદિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. લખનૌથી દિલ્હી વચ્ચે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આઇઆરસીટીસીની પ્રથમ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો ફ્રીમાં વીમો આપવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કોર્પોરેટના અધિકારીઓ અને કર્મચારીઓને મહેમાનો સાથે કેવુ વર્તન કરવામાં આવે તે બાબતની ખાસ સુચના આપી છે.
દેશની પ્રથમ કોર્પોરેટ સેક્ટરની આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દેશની આ પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સફર પર રવાના થઇ ચુકી છે. લખનૌ જક્શન પરથી આને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ઇન્ડિયન રેલવેદ્વારા તેજસના ભાડાની પણ જાહેરાત કરી દીધી છે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. યાત્રીઓ આના પર બુકિંગ તરત જ કરાવી શકે છે. બે કલાક ટ્રેન લેટ થશે તો ૨૫૦ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવનાર છે. તેજસ એક્સપ્રેસમાં એસી ચેર કારમાં લખનૌથી દિલ્હી માટે ૧૧૨૫ રૂપિયાનુ ભાડુ ચુકવવા માટેની ફરજ પડશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરરોજ ચાલશે. ચોથી ઓક્ટોબરના દિવસથી આ ટ્રેન દોડનાર છે. ટ્રેન ગાજિયાબાદ અને કાનપુરમાંથી દોડશે. લખનૌથી દિલ્હી આવતી વેળા આ બે સ્ટેશન રહેનાર છે. તેજસનુ સંચાલન સંપૂર્ણ રીતે ખાનગી કંપની આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવનાર છે.
તેજસ ટ્રેનમાં એસી ચેરકાર, અને એગ્ઝિક્યુટિવ ચેરકાર અને બે બોગી રહેશે. ટિકિટ બિકિંગ માત્ર આઇઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઇલ એપ પર રહેશે. રૂ ટ્રેન માટે કોઇ તત્કાલ ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી નથી. આમાં માત્ર સામાન્ય ક્વોટા અને વિદેશી પ્રવાસી ક્વોટાની વ્યવસ્થા રાખવામાં આવી છે. વિમાની સેવાની જેવી સુવિધાની સાથે સાથે શોપિંગની સુવિધા પણ આપવામાં આવનાર છે. બેઝ ફેયર ૮૯૫ રૂપિયા અને ૪૫ રૂપિયા જીએસટીની વ્યવસ્થા છે. ૧૮૫ રૂપિયાનો કેટરિંગ ચાર્જ છે. તેજસ એગ્ઝિક્યુટિવ ચેરકારમાં મુસાફરી કરો તો આના માટે ૨૩૧૦ રૂપિયાની ચુકવણી કરવી પડી શકે છે. તેમાં ૧૯૬૬ રૂપિયાના બેઝ ફેયર, ૯૯ રૂપિયા જીએસટી ચાર્જ અને ૨૪૫ રૂપિયા કેટરિંગ ચાર્જ લાગુ કરવામાં આવનાર છે.