અમદાવાદ: શિયાળાની ઠંડીમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને ટીમ બિલ્ડિંગને પ્રોત્સાહન આપવા માટે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વોલેન્ટિયર્સ માટે તાજેતરમાં જ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ‘ડ્રીમ પ્રીમિયર લીગ’ ટાઇટલ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટનો હેતુ માત્ર મનોરંજન ન હતું, પરંતુ શારીરિક કસરત, રમતગમત જાગૃતિ અને ટીમ વર્કનો મહિમા લોકોને સમજાવવાનો પણ હતો.

ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમોએ ભાગ લીધો: સંજય કે ધુરંધર, વિશાલ કે વોરિયર્સ, સાવન કે સોલ્જર્સ અને વરૂણ વેલોસિટી. યુવાનો અને વડીલો સાથે સાથે દરેક ટીમમાં ઓછામાં ઓછો એક મહિલા ખેલાડી સામેલ હતી, જે ઇવેન્ટને વધુ સામાજિક અને સક્રિય બનાવતું હતું. ફાઇનલ મેચ સાવન કે સોલ્જર્સ અને વરૂણ વેલોસિટી વચ્ચે યોજાઈ, જેમાં સાવન કે સોલ્જર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો. વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી એનાયત કરીને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું.

ડ્રીમ ફાઉન્ડેશનના કરણ પટેલે કહ્યું, “આવા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ સ્વાસ્થ્ય જાગૃતિ, ટીમ બિલ્ડિંગ અને રમતગમતના મહત્વને સમજવા માટે અનિવાર્ય છે.”
આ ટુર્નામેન્ટ દ્વારા ન માત્ર રમતના ઉત્સાહનું વાતાવરણ સર્જાયું, પરંતુ યુવાનોમાં સ્વાસ્થ્ય અને સહકાર માટેની જાગૃતિ પણ ફેલાવવામાં આવી.
