મુંબઇ : અભિનેત્રી રકુલપ્રીત સિંહ ફિલ્મ યારિયા મારફતે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ત્યારબાદ તે હિન્દી ફિલ્મોમાં ધ્યાન આપવાના બદલે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે આગળ વધી હતી. સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં ત્રણ વર્ષ સુધી ધુમ મચાવી દીધા બાદ હવે તે ફરી એકવાર હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહી છે. તે થોડાક સમય પહેલા અય્યારીમાં નજરે પડી હતી. રકુલ હવે અજય દેવગનની સાથે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે નવી ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ જેવા ટોપના કલાકારો સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં ૫૦ વર્ષની વ્યક્તિ અને ૨૫ વર્ષની યુવતિ વચ્ચે પ્રેમને દર્શાવવમાં આવનાર છે.
જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. રકુલે કહ્યુ છે કે ફિલ્મમાં વિષય ખુબ રોમાંચક છે. ફિલ્મમાં કેટલાક વિષયની સાથે આવરી લઇને રોમાંચક ફિલ્મ બનાવવામા આવી છે. ફિલ્મના ટ્રેલરમાં એક ડાયલોગ છે. ફિલ્મના ટ્રેલરમાં એક ડાયલોગ છે. રકુલ પોતાની ફિલ્મ દે દે પ્યાર દેમાં એક શાનદાર રોલ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે પોતાની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. અજય દેવગનની સાથે ફિલ્મ મળી ગયા બાદ આ ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. લવ સ્ટોરી ફિલ્મ કોઇ પણ રીતે બનાવી શકાય છે. તેનુ કહેવુ છે કે જા બે લોકો ખુશ છે તો વયને લઇને કોઇ તકલીફ થતી નથી.
કેટલાક એવા દાખલા છે જેમાં યુવતિની વય મોટી છે. જેમાં સૌથી મોટો દાખલો પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વચ્ચે છે. બંને સાથે ખુબ જ ખુબસુરત દેખાય છે. પ્રેમમાં બે લોકો વચ્ચે કનેક્શન બ જરૂરી છે. આવી સ્થિતીમાં વયને લઇને કોઇ દુવિધા હોવી જાિએ નહીં. રકુલ આ ફિલ્મ હિટ સાબિત થશે તેમ માની રહી છે.