વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં હવે તેમની અવધિ પૂર્ણ કરી ચુકી છે. કોઇ કઇ સમય લોકસભાની ચૂંટણી કાર્યક્રમની હવે જાહેરાત કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં સામાન્ય લોકો હજુ મોદી સરકારની કામગીરીથી કેટલાક મોરચે તો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે જે રીતે પુલવામા ત્રાસવાદી હુમલો થયો અને ત્યારબાદ જે રીતે ભારત સરકાર દ્વારા પોકમાં ઘુસીને ભારતે ત્રાસવાદી અડ્ડા પર હુમલા કર્યા તેને લઇને દેશના લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મોદી સરકાર આતંકવાદના મોરચે લોકોની અપેક્ષા મુજબ વધી છે.
છેલ્લા પાંચ વર્ષમાં સ્વચ્છતા, વિકાસના મોરચે અનેક સફળ કામો થયા છે. આયુષ્માન ભારત જેવી યોજના લોકોને ખુબ રાહત આપી રહી છે. જ્યારે કેટલાક મોરચે તેમની કામગીર અપેક્ષા મુજબ નબળી રહી હતી. જા કે દેશના લોકો મોદી સરકારમાં પૂર્ણ વિશ્વાસ હજુ ધરાવે છે જે આંકડા પરથી સાબિત થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં અવધિ પૂર્ણ કરી ચુકી છે ત્યારે સરકાર એકબાજુ પોતાની સિદ્ધીઓ રજૂ કરી રહી છે. અનેક મોટી યોજના સફળ રહી હોવાનો દાવો સરકાર દ્વારા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ જુદા જુદા વિષય પર લોકોમાં અસંતોષ હજુ પણ દેખાઇ આવે છે. ખાસ કરીને મોંઘવારીને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા પગલાથી દેશના લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા નથી. બાજુ ખેડુત સમુદાયની જે ચિંતા છે તેના તરફ પણ પુરતી રીતે ધ્યાન આપી શકયુ નથી. ઉપરાંત બેરોજગારી રેકોર્ડ ગતિથી વધી રહી છે જેથી યુવા વર્ગમાં અસંતોષ અને નારાજગી છે.
સારા લાયકાત ધરાવતા લોકોને રોજગારી મળી રહી નથી. મોદી સરકાર એકબાજુ પોતાની સિદ્ધીઓને લઇને રજૂઆત કરી રહી છે પરંતુ મુખ્ય સંવેદનશીલ મુદ્દા પર પુરતા પ્રમાણમાં કામો થઇ રહ્યા નથી. કષિ ક્ષેત્ર માટે અનેક યોજના જાહેર કરવામાં આવી હોવા છતાં કૃષિ સમુદાય સાથે જાડાયેલા ખેડુતોને પુરતા પ્રમાણમાં પેદાશો માટે નાણા મળી રહ્યા નથી. નવા વર્ષમાં લોકોની અપેક્ષા મુજબ ઝડપથી કામ કરે તે જરૂરી છે. સ્થાનિક મોરચે વધારે અસરકારક બનીને તેમની વિકાસ પુરૂષ તરીકેની પ્રતિષ્ઠાને પુરવાર કરે તે જરૂરી છે. દેશમાં મોંઘવારીને લઇને તમામ લોકો પરેશાન થયેલા છે.
આવી સ્થિતીમાં સૌથી પહેલા મોદીએ કેટલાક એવા પગલા લેવા જાઇએ જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી ઝડપથી રાહત મળે. આના માટે સાહસી નિર્ણય કરવાની જરૂર છે. લોકો તેમની પાસેથી આવા સાહસી નિર્ણયની જ અપેક્ષા પણ રાખે છે. બીજી બાજુ રોજગારીને મોરચે હજુ સુધી ધીમી ગતિએ આગળ વધનાર સરકારને આ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂર છે. મોટા પાયે રોજગારીની તકો સર્જીને લોકોની નિરાશા દુર કરવાનો હવે સમય આવી ગયો છે. વચનથી કામ ચાલશે નહી. લોકો માત્ર વચનથી હવે રાજી થશે નહી. નવી નવી સ્કીમ જાહેર કરીને કામ ચાલશે નહી. લોકો સુધી ઝડપથી તમામ યોજનાના લાભ પહોંચે તે જરૂરી છે. સામાન્ય લોકો હવે વધારે રાહ જાવા માટે તૈયાર નથી. પ્રજાએ નરેન્દ્ર મોદીને ત્રણ કારણોથી પસંદ કર્યા હતા. આ ત્રણ કારણોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નોકરીની અછતનો સમાવેશ થાય છે.