જાણો પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ક્યાં જોવા મળી ઇવીએમમાં ખામી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના મતદાન મથકો પર મતદાન દરમિયાન ઇવીએમ મશીનમાં થયેલ ગરબડી અંગે વિવિધ વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ પક્ષના કંટ્રોલ રૂમને ફરિયાદ મળી હતી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદિપ શર્મા અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ માહિતી આપી હતી. મળેલ ફરિયાદોમાં મુખ્યત્વે ઇ.વી.એમ. સાથે બ્લુટુથ કનેક્ટ થવાની ફરિયાદ, ઇ.વી.એમ. ખરાબ થવાની ફરિયાદ, મતદાનમાં વિલંબ, મતદાર યાદીમાંથી નામ ગાયબ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણો ક્યાં થઇ કેવી ગરબડ…
રાજકોટ પશ્ચિમ વોર્ડ નં-૩માં ઇન્ક જે ઇંક મતદારને આંગળી પર લગાવવામાં આતી હતી તે નીકળી જતી હતી.
પોરબંદર વિધાનસભામાં ઇવીએમ સાથે બ્લુટુથ કનેક્ટ થવાની ફરિયાદ.
૭૯ જામનગર ઇવીએમ સાથે બ્લુટુથ કનેક્ટ થવાની ફરિયાદ.
૧૬૮ પારડી મશીન ખરાબ હતું જેના કારણે અંદાજે ૩૦ મિનીટ મતદાન બંધ રહેલ તેવી ફરિયાદ.
વાગરા ખાતે બુથ નં.૧૩૦, ૧૪૩ અને જસદણ ખાતે બે બુથમાં ઇવીએમ બગડેલ હતા તે અંઘેની ફરિયાદ.
જસદણ ખાતે બે બુથ ઉપર વાઇ-ફાઇ કનેક્ટ થાય છે તેવી ફરિયાદ.
ધાંગ્રધા ઇવીએમ ખરાબ થયેલ હોવાની ફરિયાદ.
સુરત – ઉત્તર બુથ નં. ૧૩૪, ૧૫૫ અને ૧૬૧ ખાતે મતદાન આશરે એક કલાક મોડું શરૂ થયેલ તે અંઘેની ફરિયાદ.
અબડાસા ઇવીએમ ખરાબ હોવાથી મશીન બદલવામાં અંદાજે એક કલાક મોડું શરૂ થયેલ તે અંઘેની ફરિયાદ.
મતદાનના સમય દરમિયાન મળેલી ફિરયાદો અંગે ચૂંટણી અધિકારીઓનું કોંગ્રેસ પક્ષના લીગલ સેલ દ્વારા યોગ્ય પગલા ભરવા લેખિતમા જાણ કરવામાં આવી હતી.