જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…

રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કેન્દ્રીય પૂર્વ મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હાલનો સમય એવો આવી ગયો છે કે, શિયાળામાં અત્યારે જેમ વરસાદ આવી ગયો છે . વાતાવરણ બદલાઈ ગયું છે. તેવી જ રીતે ગુજરાતની જનતાનો માનસિક માહોલ પણ બદલાઈ ચૂ્કયો છે. ગુજરાતની જનતા અત્યારે જાગૃત થઈ ચૂકી છે. તે પણ હવે સમજી ચૂકી છે કે, ભાજપ સરકાર વાયદાઓની હવામાં વાતો કરવાવાળી સરકાર છે. જે ગુજરાતની જનતાને હવામાં ફરતી ચકડોળની જેમ ગોળ ગોળ ફેરવ્યા જ કરે છે. આ વાત હાલની ભાજપ સરકારને પણ ખ્યાલ આવી ગયો છે કે, હાલનો જનતાનો માહોલ સમુદ્રની ઉઠતી લહેર કોંગ્રેસ તરફી છે. જે વાવોઝાડોમાં ભાજપા સરકારને ડૂબાડી દેવાની છે. ભાજપ સરકાર આવા વાવાઝોડાથી બચવા માટે આમતેમ દોડી રહી છે. ક્યાંક કોંગ્રેસની ઉઠતી ઉંચી લહેરોમાં ભાજપ સરકારને ડૂબતી બચાવવા માટે ભાજપ સરકારે તેમના સમગ્ર દેશના અને કેન્દ્રના બધા ભાજપ નેતાઓને ગુજરાતમાં મોકલી દીધા છે.

Share This Article