ચોકીદાર ચોક્કસપણે ખુબ સાવધાન

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડાઓને હવાઇ હુમલા મારફતે ફુંકી માર્યા હતા. ત્યારબાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને ભારતીય સેન્ય સ્થળોને નુકસાન કરવાના હેતુ સાથે ભારતમાં ઘુસીને હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. જા કે સાવધાન ભારતીય હવાઇ દળે પાકિસ્તાનના હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ કર્યા હતા. પાકિસ્તાની એફ-૧૬ વિમાનો ભારતમાં ઘુસ્યા ત્યારે આકાશમાં ડોગફાઇટ પણ થઇ હતી. જેમાં એક પાકિસ્તાની એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં ભારતને સફળતા મળી હતી. જા કે મિગ-૨૧ બાયસન યુદ્ધવિમાનના પાયલોટ અભિનંદનના વિમાન પર દુશ્મન દેશના લોકોએ હુમલો કરી દીધો હતો. જેના કારણે તેમના યુદ્ધવિમાનમાં આગ લાગી ગઇ હતી અને અભિનંદન પેરાશુટ મારફતે  કુદી ગયાહતા. જા કે એ દિવસે ખરાબ હવામાન અને પવનની તીવ્ર ગતિ હોવાના કારણે અભિનંદન ડ્રીફ્ટ કરીને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેના દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેથી ભારતની ચિંતા વધી ગઇ હતી. કારણ કે પાકિસ્તાનો રેકોર્ડ ક્યારેય સારો રહ્યો નથી. તેનુ વર્તન ભારતીય જવાનો સાથે ક્રુરતા ભરેલુ રહેલુ છે.

તે બાબત જાણીતી રહી છે. જા કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે પાકિસ્તાન પર એટલુ બધુ દબાણ લાવ્યુ હતુ કે આ વખતે ભારતીય પાયલોટને પાકિસ્તાનને ૬૦ કલાકની અંદર છોડી દેવાની ફરજ પડી હતી. જેના કારણે દેશના લોકો આજે ગર્વ અનુભવ કરી રહ્યા છે. પુલવામા હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા લેવામાં આવેલા એક એક એક્શનના કારણે દેશના લોકો આજે ગર્વ અનુભવ કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ દર્શાવે છે કે ભારતના ચોકીદાર ખુબ સાવધાન અને એલર્ટ છે. કારણ કે તેમની સિંહ ગર્જના આ ગાળા દરમિયાન જારી રહી હતી. એકબાજુ વિરોધ પક્ષો આને લઇને પણ મોદીની પ્રશંસા કરવાના બદલે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનન પ્રશંસા કરી રહ્યા છે.

હવે વહેલી તકે જા વિપક્ષ દ્વારા ઇમરાન ખાન માટે નોબેલ શાંતિ માટે ભલામણ કરવામાં આવશે તો આશ્ચર્ય થશે નહીં. વિરોધ પક્ષ મોદીને અભિનંદનની કલાકોમાં મુÂક્ત માટે મોદીને ક્રેડિટ આપવા માટે ઇચ્છુક નથી. આના માટે ક્રેડિટ પણ ઇમરાન ખાનને આપવા માટે ઇચ્છુક છે. જે તેમની પાકિસ્તાન પ્રત્યે પાકપરસ્તી દર્શાવે છે. વિરોધ પક્ષો કહે છે કે જિનેવા સંધી હેઠળ અભિનંદનને પાકિસ્તાને છોડી મુક્યો છે. પરંતુ અહીં આ બાબત યાદ રાખવી  જરૂરી છે કે વર્ષ ૧૯૭૧માં યુદ્ધમાં એક ભારતીય પાયલોટ સુધીર ત્યાગીને પણ પાકિસ્તાનમાં પકડી લેવામાં આવ્યો હતો. જેની જાહેરાત એ વખતે પાકિસ્તાને પોતાના રેડિયો મારફતે કરી હતી. ત્યારબાદ સુધીર ક્યારેય પરત ફર્યા ન હતા. જિનેવા સંધી તો વર્ષ ૧૯૪૯થી અમલી છે. જા આવુ છે તો પાકિસ્તાને સુધીરને કેમ મુક્ત કર્યા ન હતા. અસલી બાબત એ છે કે તેના માટે દેશની મજબુત વિદેશ નીતિ જરૂરી છે. દબાણ લાવવામા આવે તે જરૂરી છે. માંગ્યા વગર તો ભીંખ પણ હવે મળતી નથી. અહીં પર ઘટનાક્રમ પર નજર રાખવાની જરૂર છે. જે દિવસે વીર અભિનંદનને પાકિસ્તાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે એજ દિવસે જ્યારે મોદીને સુચના મળી ત્યારે મોદીએ સેનાના ત્રેણય ઘટકો સાથે હાઇ લેવલ બેઠક યોજી હતી. સાથે સાથે મંત્રીમંડળની બેઠક યોજી હતી. એ જ દિવસે બપોર બાદ પાકિસ્તાને તમામ એરપોર્ટને બંધ કરી દીધા હતા.

કેટલાક કલાકો બાદ જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવી ગઇ હતી. જે એ વખતે ઉત્તર કોરિયાના લીડર કિમ સાથે બેઠક કરી રહ્યાહતા.ટ્રમ્પે કહ્યુ હતુ કે ટેન્શન વચ્ચે ટુંક સમયમાં સારા સમાચાર આવનાર છે. આગલા દિવસે જ પાકિસ્તાને જાહેરાત કરી કે અભિનંદનને છોડવાનો નિર્ણય કરવામા ંઆવી ચુક્યો છે. સ્પષ્ટ છે કે ભારતે પૂર્ણ યુદ્ધની વાત ટ્ર્‌મ્પને કરી દીધી હતી. જેથી ડરી ગયેલા પાકિસ્તાને આખરે ભયભીત થઇને અભિનંદનને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. જા કે વિપક્ષ આ બાબતને સ્વીકારી શકે નહીં. કારણ કે તેમને ચૂંટણી લાભ દેખાય છે. સાથે સાથે કેટલાક ખતરા પણ દેખાઇ રહ્યા છે. આ તમામ બાબતોને જાઇને એમ કહેવુ ખોટુ હશે નહીં કે ચોકીદાર સાવધાન અને સંપૂર્ણ એલર્ટ છે.

Share This Article