ગૌરવશાળી ભવિષ્યની પટકથા લખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે વિરોધીઓના વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સુપડા સાફ થઇ ગયા છે. મોટા ભાગના મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર અને ઐતિહાસિક દેખાવ કરીને પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરી લીધી છે. હવે મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આગામી પાંચ વર્ષ માટે તેમની રણનિતી શુ રહેશે અને ક્યાં મુદ્દા પર ધ્યાન આપનાર છે તેને લઇને ગણતરી શરૂ થઇ ગઇ છે. મોદી આગામી પાંચ વર્ષ માટે ગૌરવશાળી ભવિષ્ય ની કથા લખવામાં વ્યસ્ત થઇ ગયા છે. હાલમાં ચૂંટણી પ્રચાર અને જુદા જુદા ઇન્ટરવ્યુમાં પણ મોદીએ તેમની આગામી પાંચ વર્ષની યોજનાઓ અંગે વાત કરી હતી. મોદીએ હાલમાં કહ્યુ હતુ કે નવી સરકાર આવ્યા બાદ તે પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપનાર છે.

આ કામને પણ સંભવ કરી બતાવવામાં આવનાર છે. શુદ્ધ પાણી તમામ લોકોની પ્રાથમિકતા છે તે અંગે વાત કરતા મોદી કહે છે કતે અમે હવે પાંચ વર્ષમાં એવા કોઇ પરિવાર બાકી રાખીશુ નહીં જ્યાં પાણીની તકલીફ થઇ શકે. તમામને શુદ્ધ પાણી મળે તે પ્રકારનુ આયોજન કરવામાં આવનાર છે. પાણી માટે આ વખતે એક અલગ મંત્રાલયની રચના કરવામાં આવનાર છે. કેટલાક લોકોને આ મામલે કામમાં લગાડી દીધા છે. એક અલગ મંત્રાલય બન્યા બાદ તે આ વિષય પર તમામ બાબતોમાં ધ્યાન આપનાર છે. જેમાં માત્ર પાણી જ વિષય તરીકે રહેશે. જળ,ંચય, જળ સંગ્રહ , પાણીના ઉપયોગ,ઇરિગેશન, ક્રોપ પેટર્ન, દરિયાઇ સપાટી પર ડિસેલીનેશન પ્લાન્ટનો આમાં સમાવેશ થાય છે. વિન્ડ એનર્જી માટે પણ એક નવી ટેકનોલોજી આવી રહી છે. પાણી બચાઓ પણ એક અભિયાન બની શકે છે. પાણીના સદઉપયોગ કરવામાં આવે તો ફાયદો થશે. નાગરિક આંદોલનને પણ મહત્વ આપવામાં આવનાર છે. જ%

Share This Article