ગામોથી લોકોની હિજરત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઘટતી જતી આવકની વચ્ચે દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો શહેરી વિસ્તારો તરફ કુચ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં પલાયન માટે અન્ય કેટલાક કારણો પણ રહેલા છે. થોડાક દિવસ પહેલા જ નેશનલ ેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)દ્વારા અખિલ ભારતીય. ગ્રામીણ સમાવેશી નાણાંકીય. સર્વેક્ષણના નવા  હેવાલે તમામની ચિંતાને વધારી દીધી છે. આ રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે કૃષિમાં સંલગ્ન પરિવારોની આવકમાં કૃષિ અને સહાયક ગતિવિધીની હિસ્સેદારી માત્ર ૪૩ ટકાની આસપાસ રહે છે. જ્યારે ૫૭ ટકા આવક મજુરી, નોકર અને અન્ય કારોબાર મારફતે આવે છે.

એવા પરિવાર જે કૃષિમાં સામેલ રહેલા નથી તેમની સરેરાશ આવક પૈકી ૫૪.૨ ટકા મજુરી, ૩૨ ટકા સરકારી અને ખાનગી નોકરીમાંથી આવે છે. માત્ર ૧૧.૭ ટકા રકમ જ કારોબારથી મળે છે. જા કૃષિ અને બિન કૃષિમાં સામેલ પરિવારને ભેળવી દેવામાં આવે તો ગ્રામીણ ક્ષેત્રોમાં માત્ર ૨૩ ટકાની આવક જ કૃષિ મારફતે થઇ રહી છે જે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. બાકીની ૭૭ ટકા આવક મજુરી, સરકારી અને ખાનગી નોકરી તેમજ અન્ય કારોબાર મારફતે આવક થઇ રહી છે. આ આંકડાથી જે ચિંતાજનક ચિત્ર ઉપસીને સપાટી પર આવે છે તે એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આવકની દ્રષ્ટિએ ખેતીની હાલત કફોડી બનેલી છે. જો કે કોઇ બે રીતે આંકડાની તુલના કરવાની બાબત યોગ્ય રહેતી નથી. છતાં ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારો વચ્ચે તુલના કરવાની બાબત કેટલીક રીતે સોર્સ રહેલા છે. ગામો અને શહેરી વિસ્તારો વચ્ચે તુલના કરવા માટે એક જ ક્ષેત્ર રહી જાય છે તે છે આવકના સાધન. કેન્દ્રિય આંકડાકીય મંત્રાલય સંગઠન ગ્રામો અને શહેરોમાં આવકના આંકડા નિયમિત રીતે પ્રકાશિત ન કરવાના કારણે સ્થિતી પર યોગ્ય તારણ કાઢવા સરળ નથી. છતાં સ્થિતી જટિલ તરીકે ઉભરી રહી છે.

નાબાર્ડે સર્વેના તારણ જારી કર્યા છે. નાબાર્ડના સર્વેક્ષણ  મુજબ ૫૦ હજારથી ઓછી વસ્તીના ગામો શહેરોના કુલ ૨૧.૧૭ કરોડ પરિવારોમાં માત્ર ૧૦.૦૭ કરોડ જ કૃષિ આધારિત પરિવાર છે. આ એવા લોકો છે જેમની પાસે પરિવારના કોઇ એક સભ્યની આવક પાંચ હજારથી વધારે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશમાં ૬૮.૮ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે.  થોડાક વર્ષ પહેલા સુધી શહેરી પ્રતિ વ્યક્તિ આવક ગ્રામીણ પ્રતિ વ્યક્તિ આવકથી નવ ગણી વધારે હતી. આંકડા શહેરી વિસ્તારમાં રહેતા લોકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે વધતા જતા અંતરને સાબિત કરે છે.

સાથે સાથે નિતી નિયમો તૈયાર કરનાર લોકો માટે ચિંતાજનક પણ છે. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકોની હિજરત માટેના એક મુખ્ય કારણ તરીકે આને ગણી શકાય છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો હવે ખેતીની અવગણના કરીને શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે. આ પ્રવાહ જારી રહે તે યોગ્ય નથી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની આવક સતત વધે તે જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારો તરફ હિજરતને રોકવા માટે તરત પગલા જરૂરી બન્યા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પાસે એકબાજુ પુરતી સુવિધા નથી.

Share This Article