નશાબંધી હળવી કરવાની માગ સંતોષાતાં અટકેલાં 300 યુનિટના સોદા થયા
ગાંધીનગર : ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ. રાતોરાત ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા! આ જગ્યા છે ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી. કારણકે અહીં આપવામાં આવી છે દારૂની છૂટ. અહીં કામ કરતા કર્મચારીઓ, અહીંના ઓફિસ કે શોપ ઓનર્સ અને અહીં આવતા મહેમાનો જેમના નામની પરવાનગી લેવાશે તે તમામને દારૂની છૂટ આપવામાં આવી છે. જેને પગલે હાલ ગિફ્ટ સિટીની પ્રોપર્ટીના ભાવ રાતોરાત ઉચકાઈ ગયા છે. સરકારની દારૂ અંગેની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા પડ્યા હોવાનું સામે આવ્યું છે. નશાબંધી હળવી કરવાની માગ સંતોષાતાં અટકેલાં 300 યુનિટના સોદા થયા. જેને પગલે હવે મોટા માથા એક જ વાત પૂછે છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી, ઓફિસ, શોપ, જગ્યા કેટલાંમાં પડશે? આપડે લેવી છે. ઉલ્લેખનીય છેકે, હાલ મોટા મોટા વેપારીઓથી માંડીને ડોક્ટરો, મોટા સરકારી અધિકારીઓ અને બિઝનેસ મેન દરેકના મોઢે એક જ સવાલ છે ગિફ્ટ સિટીમાં ઓફિસનો શું ભાવ છે, આપડે લેવી છે! ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યાંના ગણતરીના ક્લાકોમાં જ ગિફ્ટ સિટીમાં ?500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા પડી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં ઓફિસ લેવા માટેની ઇન્કવાયરીમાં 500 ટકાનો વધારો. ગિફ્ટ સિટીમાં હાલ 18 ટાવર કાર્યરત, 30 બિલ્ડિંગ્સ બની ચહ્યા છે અને 14 ટાવર પ્લાનિંગના તબક્કે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીએ 2.2કરોડ ચો. ફૂટના ડેવલપમેન્ટ રાઇટ્સ વેચ્યા. ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (GIFT)માં કાર્યરત કંપનીઓ અને બેનિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ અને એના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આપિન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટછાટ આપવાના લીધેલા ર્નિણય પછી લાંબા સમયથી રિટેઇલ માર્કેટમાં અટવાયેલા કેટલાક પ્રોપર્ટીના કામકાજમાં એકાએક તેજી આવી છે. ગિફ્ટમાં વિતેલા 11 વર્ષમાં એક સાથે આટલા મોટી ડીલ ન થયા હોય એવા કામકાજ છેલ્લા પાંચ દિવસમા થયા છે, તેમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ બાદ રૂ.500 કરોડની કોમર્શિયલ અને રેસિોન્સિયલ પ્રોપર્ટીના 300 જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની ઈન્ડવાપરીમાં 500 ટકાનો વધારો થયો છે. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની શરતી છૂટછાટ બાદ નશાબંધી ખાતા દ્વારા શરાબના સેવન માટે પરમીટ અને કામચલાઉ પરમીટ ઇસ્યુ કરવામાં આવશે. વાઇન એન્ડ ડાઇન પછીની સમગ્ર સિટીની દેખરેખ માટે હાલ ગિફ્ટમાં કાર્યરત પોલીસ ચોકીને નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ કદના પોલીસ સ્ટેશનમાં રૂપાંતર કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સપેક્ટર અને બાકીનો સ્ટાફ મૂકવામાં આવશે. આ પોલીસ નશાબંધી ધારાની છૂટછાટના ભંગ સહિતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર દેખરેખ રાખી કાયદાકીય કાર્યવાહી કરશે, તેમ ગૃઠ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મુલાકાતીઓ અહીં ભોજન સાથે શરાબની મજા માણી શકે માટે કેટલીક શરતોને આધિન છૂટછાટની જાહેરાત ગત સપ્તાહે કરવામાં આવી છે. ઓથોરિટીના સૂત્રોના કહેવા પ્રમાણે, અહીં કાર્યરત થયેલી અને રોકાણ કરવા ઇચચ્છુક કંપનીઓની કેટલીક રજૂઆતો હતી. આ રજૂઆતીમાં નશાબંપીના અવરોષનો મુદ્દો પણ હતો. બે વર્ષથી આ અનિર્ણિત મુદ્દે વિતેલા સપ્તાહમાં સરકારે આખરે ર્નિણય કરતાં લાંબા સમયથી અટકેલા પ્રોપર્ટીના સોદા હવે થયા છે. એક અંદાજે 300 જેટલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ યુનિટના ડીલ થયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે છે. શરાબ પીવાની શરતી છૂટ પછી પ્રોપર્ટી ઇન્ક્વાયરીમાં 500 ટકાનો વધારો થયો છે. ગિફ્ટમાં અત્યાર સુધીમાં ૧૮ વિવિધ પ્રકારના વાયમાં 400થી વધારે વિનીઓ કાર્યરત થઈ મૂડી છે એમાં ગ્લોબલ બેન્કિંગ, હંસ, આઇટી અને ફિન ટેક, કોર્પોરેટ, મેક્સો જાણ, ટેલીગ કંપનીઓનો સમાવેશ થાય છે. ઓથોરિટી દ્વારા અત્યાર સુધીમાં1.2 કરોડ મોરલ ફૂટ વિસ્તારના ડેવલપમેન્ટ રાઇટ્સ વેપવામાં આવ્યા છે. એના પગલે 18 ટાવર ઉપરાંત વપુ 30 ટાવર-બિલિંગ્સનું કામકાજ માથી રહ્યું છે. વધુ 14 ટાવર પ્લાનિંગ સ્ટેજમાં છે. હવે તેના ફેઝ-ર માટે નવો વિસ્તાર વધારવામાં આવ્યો છે. એમાં રિવર)ન્ટ સહિતના રેક્રિોનિયલ પ્રોજેક્ટ્સ અને કોમર્શિયલ પ્રોજેટ્સનો સમાવેશ થાય છે. આ માટે ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરી દેવાયો છે. ગાંધીનગરની ભાગોળે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ વિશ્વના એક આધુનિક ફાયનાન્સ ટેક સિટીને ઊભી કરવા માટે છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલાં પ્રયાસોમાં વિતેલાં પાંચ વર્ષમાં સૌથી વધુ કાયદાકીય ટેક્સેશનમાં સુધારા અને વૈશ્વિક માર્કેટિંગમાં ભારે તેજી આવી છે. અહીં પ્રોપર્ટીના ડેવલપમેન્ટ રાઇટ્સ વેચવામાં આવે છે, તેમ કહી સૂત્રો કહે છે કે ઓથોરિટી દ્વારા પ્લાન જાહેર થયા પછી વિવિષે ડેવલપર્સને એકત્રિત કરી તેનું ઓક્શન કરવામાં આવે છે. વધારે બીડ કરનારને તે સોંપવામાં આવે છે.
realme introduces the world’s first cold-sensitive, color-changing phone: the realme 14 Pro Series 5G, along with the realme Buds Wireless 5 ANC.
Ahmedabad: realme, the leading smartphone brand favored by Indian youth, has unveiled groundbreaking products in its smartphone and AIOT lineup...
Read more