ચેન્નાઈ: ખુબ જ મહત્વપૂર્ણ ગણાતા દેશના આઠ કોર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જૂન મહિનામાં ઘટીને ૦.૨ ટકા થયો છે. સિમેન્ટ ઉત્પાદનમાં ઉથલપાથલનો દોર રહ્યો છે. આ ઉપરાંત તેલ સંબંધિત સેક્ટરોમાં પણ ઘટાડો જાવા મળ્યો છે જે આઠને કોર ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં આવે છે તેમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનો સમાવેશ થાય છે. આ આઠ કોર સેક્ટર પર દેશનું અર્થતંત્ર આધાર રાખે છે.
સિમેન્ટ ઉત્પાદનમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો છે. ખાતર ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૪.૩૨ ટ્રિલિયલ સુધી પહોંચી ગયો છે. બજેટ અંદાજ કરતા આ આંકડો જુદો જ દર્શાવવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦૨૦ના ફિસ્કલમાં બજેટ અંદાજ પૈકી આ આંકડો જુદો રહ્યો છે.