થાણે : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને સિવિલ હોસ્પિટલમાં વિશેષ સારવાર આપવા બદલ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ઈકબાલ કાસકરને હાલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટીંગ ઓપરેશનમાં કાસકર કેમેરામાં કેદ થઈ ગયો હતો. ત્યારબાદ પાંચ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જાઈન્ટ પોલીસ કમિશનર મધુકર પાંડે દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાસકર કુખ્યાત અપરાધીઓ પૈકીના એક તરીકે રહ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ કાસકરને ગુરૂવારના દિવસે ૧૯ કલાક સુધી સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. બ્લેડસુગર લેવલ અને દાંતની સારવારને લઈને કોર્ટે આદેશ આપ્યા બાદ તેને ૧૦ કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે સરકારી હોÂસ્પટલમાં ફરતો નજરે પડ્યો હતો. સાથે સાથે સગા સંબંધીઓને પણ મળતો નજરે પડ્યો હતો. તે બિરીયાનીની મજા માણી રહ્યો હતો. સાથે સાથે પોલીસની સામે જ સિગારેટ પણ ફૂંકી રહ્યો હતો. ત્યારબાદ આ શખ્સે સ્પેશિયલ સારવારમાં સામેલ રહેલા લોકોને નાણા પણ આપ્યા હતા. ત્યારબાદ તેને જેલમાં લઈ જવાયો હતો. આ બનાવની ગંભીર નોંધ લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પાંચ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોએ કહ્યું છે કે ઘણા લોકોએ સરકારી હોસ્પિટલમાં સારવારનો લાભ લીધો છે.
`આ પ્રકારના અનેક કેસો અગાઉ પણ બની ચુક્યા છે. ફરિયાદો ઉઠ્યા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી. થાણેમાં બિલ્ડરો સામે ફરિયાદોના આધાર ઉપર દાખલ કરવામાં આવેલા ત્રણ ખંડણી કેસોમાં કાસકરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે અન્ય આરોપીની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટની કઠોર જાગવાઈ હેઠળ થાણેની જેલમાં છે. ધરપકડ કરવામાં આવ્યા બાદ કાસકરની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. કાસકરના સગા સંબંધીઓ પણ તેને મળવા માટે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેના માટે બિરીયાની લઈને પણ કેટલાક સગા સંબંધીઓ પહોંચ્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈકબાલ કાસકર ખાસ સારવાર આપવા બદલ તથા તેમની મદદ કરનાર લોકોને ઈનામરૂપે નાણાં આપતો નજરે પડ્યો હતો. જેની ગંભીર નોંધ લઈને પોલીસે પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ઈકબાલ કાસકરના મામલે પણ ઉંડી તપાસ ચાલી રહી છે.