મુંબઇ : કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે એકબીજા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. જો કે બંને તરફથી કોઇ ખુલાસો આ સંબંધમાં કરવામાં આવ્યો નથી જેથી સસ્પેન્સની સ્થિતી છે. બંને સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પÂત્ન ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એકબીજા સાથે ડેટ પર છે. હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે. હવે ફરી એકવાર બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા છે.
હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે. જા કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. તેની સાથે ફિલ્મ નિર્માતા જુનો ચોપડા પણ હતા. પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે.
એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે. એક દિવસ પહેલા પણ જસ્ટીન બીબર ટીશર્ટમાં તે નજરે પડ્યો હતો. જા કે તે એ વખતે ચહેરો છુપાતો દેખાઇ રહ્યો ન હતો. કામના મોરચા પર વાત કરવામાં આવે તો અનન્યા કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કામ કરી રહી છે. જેમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. આ ફિલ્મ ૧૦મી મે ૨૦૧૯ના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જ્યારે કાર્તિક હાલમાં લુકાછુપીમાં કૃતિ સનુનની સાથે નજરે પડ્યો હતો. જે સરેરાશ સફળતા મેળવી શકી હતી.