અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા તળાવને ભવ્ય બનાવ્યા બાદ ગત તા.ર જાન્યુઆરી,ર૦૦૯થી નાગરિકોના મનોરંજન અને મોજ-મસ્તી માટેકાંકરિયા કાર્નિવલનું નજરાણું ખુલ્લું મુકાયું હતું. આ વખતે પણ તા.૨૫થી તા.૩૧ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણી થવા જઇ રહી છે ત્યારે આ વખતે સાહેલાણીઓ અને પ્રવાસીઓ માટે ખાસ કરીને મહિલાઓ-બાળકો માટે ઇલેક્ટ્રીક કારનું નવુંઆકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. જેને લઇ કાંકરિયા કાર્નિવલ દરમ્યાન છ બેઠક ધરાવતીઇલેક્ટ્રીકટ કાર કાંકરિયા લેકફ્રન્ટના રસ્તાઓ પર દોડતી જાવા મળશે.
પ્રવાસીઓ તેમાં બેસીને સફરની મોજ-મસ્તી માણી શકશે. વર્ષ ર૦૦૮માં પ્રથમ કાંકરિયા કાર્નિવલનું આયોજનસફળતાપૂર્વક કરનાર તત્કાલીન મેયર અસિત વોરા અને તત્કાલીન કમિશનર ઓ.પી. ગૌતમ દ્વારાપ્રતિવર્ષ તા.રપથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલ યોજવાની પરંપરા શરૂ કરાઇ હતી. હવે તોઆ કાર્નિવલ લોકોત્સવ બન્યો હોઇ તેનો આનંદ માણવા લાખો સહેલાણીઓ ઊમટી પડે છે.પ્રત્યેક કાર્નિવલમાં તંત્ર દ્વારા નવાં આકર્ષણનો ઉમેરો કરાતો હોઇ આગામી તા.રપથી૩૧ ડિસેમ્બર ર૦૧૮ સુધી યોજાનારા અગિયારમા કાંકરિયા કાર્નિવલ દરમિયાન છ બેઠક ધરાવતી છ ઇલેક્ટ્રિક કારનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં સહેલાણીઓમાટે છ ઇલેક્ટ્રિક કાર કાંકરિયા ખાતે દોડતી જાવા મળશે.
જેમાં અમ્યુકો સત્તાવાળાઓઇલેક્ટ્રિક કારનો પ્રોજેકટ પીપીપી ધોરણે અમલમાં મૂકી રહ્યા છે. કાંકરિયા તળાવનોઘેરાવો આશરે ર.ર કિ.મી.નો હોઇ ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે તળાવ ફરતે આવેલા મિની ટ્રેન, કિડસ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક જેવા સ્થાયીઆકર્ષણોની મુલાકાત લેવી મુશ્કેલ બને છે, જેના કારણેસામાન્ય દિવસોમાં ઊમટતા ૮થી ૧૦ હજાર સહેલાણીઓ પણ ઇચ્છા હોવા છતાં આ તમામ સ્થળોએ જઇશકતા નથી. પરંતુ હવે તંત્રે ઇલેક્ટ્રિક કાર માટે પાંચ જંકશન નક્કી કર્યાં છે.બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, બટરફલાયપાર્ક, નોકટરનલ ઝૂ અને કિડ્સ સિટી એમ કુલપાંચ જંક્શન પર મુકાનારી ઇલેક્ટ્રિક કારમાં બેસીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો વગેરે બીજા જંક્શન પર જઇ શકશે. આ માટે અંતર મુજબરૂ.૧૦, ૧પ અને મહત્તમ રૂ.૩૦ સુધીનું ભાડુંચૂકવવું પડશે.
કિડ્સ સિટીની સામે નગીનાવાડી હોઇ તેનો જંકશનમાં સમાવેશ કરાયો નથી જ્યારે મિની ટ્રેન ખાતે જંકશન ઊભું કરવાની બાબત તંત્રની વિચારણા હેઠળ છે. પીપીપી ધોરણે આ પ્રોજેકટને અમલમાં મૂકનારી ખાનગી કંપની સ્વખર્ચે રૂ.૧૦ લાખની કિંમતની એકએવી છ ઇલેક્ટ્રિક કાર દોડતી કરશે અને મ્યુનિસિપલ સત્તાવાળાઓને ભાડાની કુલ આવકમાં પ૯ ટકાનો હિસ્સો મળશે. સહેલાણીઓ માટે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પુષ્પકુંજ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વ્યાયામ મંદિર, દેડકી ગાર્ડન, બાલવાટિકા, એમ્યુઝમેન્ટપાર્ક, નગીનાવાડી અને કિડ્સસિટી એમ આઠપ્રવેશદ્વાર હોઇ સત્તાધીશોને સૌથી વધુ આવક પ્રવેશ ફી અને મિની ટ્રેનની થાય છે,તેમાં ઇલેક્ટ્રિક કારની આવકનો વધારો થશે.