કરનની પાર્ટીમાં રણવીરના ડાન્સના વિડીયો પર લોકોએ ટ્રોર્લ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક ટ્રોલરે કહ્યું કોઈ એનસીબીને કહો અહીંની મુલાકાત લેવી જાેઈએ

કરન જાેહરની બર્થ ડે પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ દિલ ખોલીને ડાન્સ કરતો નજર આવે છે. તે મહાનાયક અમિતાભ બચ્ચનનાં એવરગ્રીન સોન્ગ ‘જુમ્મા ચુમ્મા દે..’ પર ડાન્સ કરતો નજર આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વયારલ થયો છે. આ વીડિયોનાં કમેન્ટ્‌સ સેક્શનમાં લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યાં છે.

કોઇ કહે છે કે કોઇ NCB કહો કે NCB કહો અહીંની મુલાકાત લેવી જાેઇએ.. તો અન્ય એક યુઝર કહે છે.. આ બધામાં કાર્તિક આર્યન ક્યાં છે.. તો અન્ય એક યુઝરે રણવીર સિંહની એનર્જી પર કમેન્ટ કરતાં લખ્યું છે, આ ખરેખર પાવર હાઉસ છે.. તો અન્ય એક યુઝરે લખ્યું છે.. મૂવી ફ્લોપ થવાનાં સાઇડ ઇફેક્ટ..

તો અન્ય એક યુઝરે લખ્યું પાર્ટી પિપલ કરન જાેહરની બર્થ ડે પાર્ટીમાં હાજર સૌ કોઇ સેલિબ્રિટીની ચર્ચાઓ થઇ રહી છે તેમાં સાથે સાથે ગેરહાજર સેલિબ્રિટીમાં કાર્તિક આર્યનની ચર્ચાઓ ચારેબાજુ થઇ રહી છે. આ પાર્ટીમાં ફક્ત કાર્તિક આર્યન એવો એ લિસ્ટેડ સેલિબ્રિટી છે જે કરન જાેહરની પાર્ટીમાં હાજર ન હતો અને તેની ગેરહાજરી સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સ સહન નથી કરી રહ્યાં. કરન જાેહરને આ માટે ખુબજ ટ્રોલ કરી રહ્યાં છે.

કરન જાેહરની પાર્ટીમાં રણવીર સિંહ ક્યારેક ડિજે બન્યો.. તો ક્યારેક કરન જાેહરની સાથે જ ડફલી વાલે સોન્ગ પર ડાન્સ કર્યો. તેણે રિશિ કપૂરની જેમ ડફલી વગાડી તો કરન જાેહરે જયા પ્રદાની જેમ ઠુમકા લગાવ્યાં. આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.

Share This Article