કંગના રનૌત ૬૦૦ રૂપિયાની સાડી પહેરીને ચર્ચામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કંગના રનૌત આજકાલ પોતાની ચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ના શૂટિંગમાં બિઝી છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કિરદારમાં જોવા મળશે. પાછલાં કેટલાંક સમયથી કંગનાની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધડામ થઇ ગઇ છે. તેવામાં તે જોવું રહ્યું કે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને દર્શકો પાસેથી કેવો રિસ્પોન્સ મળે છે. આ વચ્ચે કંગના પોતાની ફેશન સેન્સના કારણે ફરી ચર્ચામાં આવી છે. હાલમાં જ કંગના રનૌત એરપોર્ટની બહાર સ્પોટ થઇ હતી, જ્યાં પેપરાઝીએ તેને પોતાના કેમેરા કેદ કરી હતી. સામાન્ય રીતે એરપોર્ટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી કંગના ફરી એકવાર દેશી લુકમાં સ્પોટ થઇ હતી. તેણે આ દરમિયાન ખૂબ જ સિંપલ સાડી પહેરી હતી, જેની કિંમતની હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે.

કંગનાએ પોતે આ સાડીની કિંમતનો ખુલાસો કર્યો છે. કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે લાઇટ બ્લૂ કલરની કોટન સાડીમાં જોવા મળી રહી છે. પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કંગનાએ પોતાના હેર ઓપન રાખ્યા છે. વીડિયો શેર કરતાં કંગનાએ જણાવ્યું કે તેણે જે સાડી પહેરી છે, તેની કિંમત માત્ર ૬૦૦ રૂપિયા છે. જો કે તેની સાથે તેણે જે બેગ કૅરી કર્યુ છે, જેની કિંમત ભારતમાં ૩.૫ લાખની આસપાસ છે.

કંગનાએ પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. કંગનાએ વીડિયો શેર કરતાં, ‘વોકલ ફોર લોકલ’ થવાના વાત કરી છે. કંગનાએ લખ્યું- આ સાડી મે કલકત્તાથી ૬૦૦ રૂપિયામાં ખરીદી છે. સ્ટાઇલ કોઇ ઇન્ટરનેશનલ બ્રાન્ડની ગુલામ નથી. અતિ રાષ્ટ્રવાદી બનો અને પોતાનો પ્રચાર પોતે કરો. તમારી દરેક એક્શન આ દેશને ફાયદો કરાવે તેવી હોવી જોઇએ. તમે લોકલ વસ્તુઓ ખરીદો જેથી અનેક પરિવારોની મદદ થશે. વોકલ ફોર લોકલ, જય હિંદ.’ ઘણા લોકોએ કંગનાની વખાણ કર્યા છે તો ઘણા લોકોએ આ સાડી સાથે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું પર્સ કૅરી કરવા પર તેના પર સવાલ ઉઠાવ્યા છે.

Share This Article