દુબઇ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે પ્રતિષ્ઠિત એશિયા કપમાં વધુ એક મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ૧૯મી સપ્ટેમ્બરના દિવે ગ્રુપ એની મેચમાં ભારતે પાકિસ્તાનને સંપૂર્ણરીતે કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. ભારતે આ મેચ ૧૨૬ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. આઠ વિકેટે મોટી જીત મેળવી લીધા બાદ હવે આવતીકાલે ભારત ફરી એકવાર પાકિસ્તાન પર જીત મેળવી લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દુબઇમાં સુપર ચારની મેચ રમાનાર છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી કરવામાં આવનાર છે.
રવિવાર હોવાથી ચાહકોને ખુબ જ મજા પડી જશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. જેમાં શિખર ધવન અને રોહિત શર્મા બન્ને ફોર્મમાં છે. પ્રથમ મેચ એકતરફી રહ્યા બાદ આવતીકાલની મેચ હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક બની શકે છે. પાકિસ્તાન પ્રથમ મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ શાનદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. એશિયા કંપની ૧૯મી સપ્ટેમ્બરના દિવસે રમાયેલી છેલ્લી મેચ પહેલા બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપે મેચ રમાઇ હતી. જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી.એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદાન પર આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે.
આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જારદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જા કોઇ અડચણો નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે.
રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત સારો દેખાવ કરી રહ્યો છે. જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી છે. ભારતીય ટીમ વર્તમાન ચેÂમ્પયન તરીકે છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જાકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ચેÂમ્પયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી. જેમાં પાકસ્તાન ચેÂમ્પયન રહ્યુ હતુ. તે પહેલા ૨૦૧૩માં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. હાર્દિક પંડ્યા છેલ્લી મેચમાં ઘાયલ થયા બાદ ટીમ ઇÂન્ડયાને ચોક્કસપણે એક ફટકો પડ્યો છે. જા કે ટીમમાં આશાસ્પદ અનેક ખેલાડી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો નીચે મુજબ છે.
ભારત ; રોહિત શર્મા ( કેપ્ટન), શિખર ધવન, રાહુલ, નાયડુ, મનિષ પાન્ડે, કેદાર જાધવ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, ઠાકુર, ખલીલ અહેમદ
પાકિસ્તાન : સરફરાજ અહેમદ (કેપ્ટન),આસીફ અલી, બાબર આજમ, ફાહીમ અશરફ, ફકર જમાન, હરીશ સોહિલ, હસન અલી, ઇમામ ઉલ હક, જુનેદ ખાન, મોહમ્મદ આમીર, મોહમ્મદ નવાઝ, શદાબ ખાન, શાહીન આફ્રિદી, શાન મહસુદ, શોએબ મલિક, ઉસ્માન ખાન,