એર ઇન્ડિયાના પૂર્વ વડા અરવિંદ જાધવ સામે કેસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : એર ઇન્ડિયાના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ જાધવ અને અન્ય સિનિયર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસમાં સકંજા મજબૂત કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આજે જનરલ મેનેજર રેંકના અધિકારીઓની નિમણૂંક કરવાના મામલામાં ધારાધોરણનો ભંગ કરવા બદલ નેશનલ કેરિયરના પૂર્વ અધિકારીઓ અને જાધવ સામે કેસ દાખલ કર્યો હતો.

જાધવની સાથે સીબીઆઈએ એલપી નખવા (હાલ નિવૃત્ત), તત્કાલિન જનરલ મેનેજર (મેડિકલ સર્વિસ) અને તત્કાલિન એડિશનલ જનરલ મેનેજર કથપાલિયા, અમિતાભ સિંહ અને રોહિત સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પેનલ દ્વારા પાંચ લોકો સામે કેસ નોંધવાની ભલામણ કરાઈ હતી. ધારાધોરણનો ભંગ કરી અધિકારીની નિમણૂંક કરાઈ હતી.

Share This Article