આફ્રિકાના ઘાનામાં મારબર્ગ વાયરસના બે કેસ મળતા ખળભળાટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક બાજુ જ્યાં કોરોનાનું જોખમ પૂરેપૂરું ગયું નથી અને બીજો મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ ચેકી મારબર્ગ વાયરસ રોગના પોતાના પ્રથમ બે કેસની પુષ્ટિ કરી છે. સીએનએનના રિપોર્ટ મુજબ ઘાનાના દક્ષિણ અશાંત વિસ્તારના બે અલગ અલગ રોગીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ બંનેનું મોત થયું. WHO એ કહ્યું કે આ બંને દર્દીઓમાં ઝાડા, તાવ, ઉલ્ટીના લક્ષણ જોવા મળ્યા હતા.

WHO નું માનીએ તો આ બંનેના સંપર્કમાં લગભગ ૯૦ લોકો આવ્યા હતા જેમની નિગરાણી થઈ રહી છે.  મારબર્ગ વાયરસ રોગ એક વાયરલ બીમારી છે જે રક્તસ્ત્રાવી તાવનું કારણ બને છે. જેમાં મોતનો રેશિયો ૮૮ ટકા હોય છે. ઈબોલા વાયરસ જે પરિવાર સાથે સંબંધ ધરાવે છે આ વાયરસ પણ તે જ પરિવારમાંથી આવે છે. તેમાં અચાનક અસ્વસ્થતા અનુભવાય છે અને પછી ખુબ તાવ, માથાનો દુઃખાવો અને અસ્વસ્થતા સાથે બીમારીની શરૂઆત થઈ જાય છે. WHO એ જણાવ્યું કે આ વાયરસ ફળોથી મનુષ્યોમાં ફેલાય છે અને પછી આ તરલ પદાર્થોથી દુષિત જગ્યાઓ અને સંક્રમિત લોકોના સીધા સંપર્કમાં આવવાથી એકબીજામાં પ્રસરે છે.  WHO એ કહ્યું કે તેના રોકથામ માટે ઉપાય થઈ રહયા છે અને ઘાનામાં તેના પ્રકોપને રોકવા માટે વધુ સંસાધનો તૈનાત કરાશે. WHO એ એ પણ ચેતવણી આપી કે તત્કાળ અને નિર્ણાયક કાર્યવાહીના અભાવમાં મારબર્ગ સરળતાથી હાથમાંથી નીકળી શકે છે.

મારબર્ગ વાયરસ માટે ન તો કોઈ એન્ટીવાયરલ ઉપચાર છે કે ન તો કોઈ રસી. જો કે ડિહાઈડ્રેશન અને વિશિષ્ટ લક્ષણોના ઉપચાર સહિત દેખભાળની મદદથી આ વાયરસથી પીડિત રોગીઓના જીવિત રહેવાની શક્યતા વધી જાય છે.

Share This Article