વોશિગ્ટન: અમેરિકાના કેરોલીના દરિયાકાંઠે વિનાશકારી ફ્લોરેન્સ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દીધી છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમેરિકાના પૂર્વીય રાજ્યોમાં આ પ્રચંડ અને વિનાશકારી તોફાનના પરિણામ સ્વરૂપે ભારે વરસાદ થઈ રહ્યો છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વસ્તીવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તોફાનના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.
ટ્રેન્ટ અને નિયુજ નદીઓના સંગમ ઉપર સ્થિત ઉત્તરીય કેરોલીનાના ન્યુબર્ન વિસ્તારમાં ત્રણ મીટર સુધી તોફાનનના પરિણામ સ્વરૂપે સેંકડો લોકો પોતાના આવાસમાં ફસાઈ ગયા છે. ત્યાંથી કાઢવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ૩૦ હજારથી વધુ લોકો રહે છે. નેશનલ હરીકેન સેન્ટરના કહેવા મુજબ ફ્લોરેન્સ વાવાઝાડાએ ભારે તબાહી સર્જી છે. ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. ઉત્તરીય કેરોલીનાના ગવર્નર રોય કુપરનું કહેવું છે કે હજુ સુધી ભારે વરસાદનો જાર જારી રહી શકે છે. આ તોફાનના લીધે થનાર વરસાદ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વિનાશક વરસાદ તરીકે રહેશે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાશે.
કુપરનું કહેવું છે કે ન્યુ હેનઓવરમાં માતા અને બાળકીના મોત થયા છે. ઘર ઉપર વૃક્ષ પડવાના કારણે આ બનાવ બન્યો છે. વૃક્ષો ધરાશાયી થવાના શ્રેણીબદ્ધ બનાવો બન્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જશે અને પરિÂસ્થતિની સમીક્ષા કરશે.તેમના કાર્યક્રમના લીધે બચાવ અને રાહત કામગીરીને કોઈ અસર થનાર નથી. વિનાશક ફ્લોરેન્સ વાવાઝોડાના કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેરોલીનામાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારના દિવસે ૧૨૦ પ્રતિ માઈલ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો. ૩૦થી ૪૦ ઈંચ જેટલો વરસાદ ઉત્તરીય કેરોલીના અને દક્ષિણ કેરોલીનાના આસપાસના વિસ્તારોમાં થવાની ચેતવણી જારી કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાને લઈને પહેલાથી જ તંત્ર સાબદુ હતું. જેના લીધે મોટુ નુકસાન ટળી ગયું છે.
તોફાનના કારણે ૧૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા બુધવારના દિવસે પ્રચંડ તોફાન ઉત્તરીય કેરોલિનાથી આશરે ૯૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ અને હવામાન વિભાગની ચેતવણી મુજબ જ દક્ષિણી અને ઉત્તરીય કેરોલીનામાં પ્રચંડ તાકાત સાથે ફ્લોરેન્સ તોફાન ત્રાટક્યું હતું. સરકારે દાવો કર્યો છે કે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તોફાનના કારણે આશરે એક કરોડ લોકોને માઠી અસર થઇ છે. કેટલાક લોકો તો વ્યાપક દહેશતમાં પણ દેખાઇ રહ્યા છે. ફ્લોરેન્સના કારણે તંત્ર સાબદુ છે. ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ તોફાન કેરોલિના દરિયાકાઠા તરફ વધતા લોકો પહેલાથી જ સાવધાન થઈ ગયા હતા.