અમદાવાદ : પ્રતિબંધ છતાં આકાશ તુક્કલો જોવા મળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ચાઇનીઝ તુક્કલ અને દોરી પર રાજય સરકાર અને પોલીસ દ્વારા જાહેરનામા જારી પ્રતિબંધ લાદયો હોવાછતાં તે બિન્દાસ્ત પણ માર્કેટમાં વેચાતાની સાથે સાથે ઊતરાયણ અને વાસીઊતરાયણના તહેવાર દરમ્યાન પતંગરસિયાઓ અને પ્રજાજનો દ્વારા ચગાવાતાં જાવા મળ્યા હતા. એટલું જ નહી, ચાઇનીઝ દોરીના કારણે અમદાવાદ શહેરમાં રાજયભરમાં કેટલાય લોકોના ગળા કપાવાથી ગંભીર ઇજાઓ અને મૃત્યુની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી.

આમ, રાજય સરકાર અને પોલીસ સત્તાવાળાઓના ચાઇનીઝ તુક્કલ અને દોરી પર પ્રતિબંધના આદેશો જાણે કાગળ પર રહી ગયા હોય તેવી Âસ્થતિ સામે આવી હતી. ઊતરાયણ અને વાસીઊતરાયણના બંને દિવસે પતંગરસિયાઓએ રાત્રિના અંધકારમાં ચાઇનીઝ તુક્કલ મોટાપાયે ચગાવી તહેવારની મોજ માણી હતી અને તેના કારણે આકાશ બહુ અદ્‌ભુત અને નયનરમ્ય રીતે તુક્કલના દીવડાઓથી જાણે ઝગમગી ઉઠયું હતું. પતંગરસિયાઓની તહેવાર માણવાની લ્હાયમાં કયાંક ને કયાંક સરકાર અને પોલીસ સત્તાવાળાઓના પ્રતિબંધના આદેશનો તો ભંગ થયો હતો પરંતુ સાથે સાથે કેટલાક નિર્દોષ નાગરિકો ચાઇનીઝ દોરી અને તુક્કલનો જાણે અજાણે કયાંક ભોગ બન્યા હતા.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચીઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે આ વખતે અપક્ષા કરતા ઓછી તુક્કલ દેખાઇ હતી. જા કે સાંજે શાનદાર આતશબાજીનો નજારો તો દરેક છત પર જાવા મળ્યો હતો.  ચાઇનીઝ ટુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલ ઉડારવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો છતાં ગઇકાલે ચાઇનીઝ તુક્કલ આકાશમાં જાવા મળી હતી.

 

Share This Article