અમદાવાદ છોટાભીમ ઇન જાદુઇ એડવેન્ચરને આવકારવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભારતનું લોકપ્રિય એનિમેટેડ કેરેક્ટર ‘છોટાભીમ’ અને તેના ફ્રેન્ડ્સ ચૂટકી, રાજુ, જગ્ગુ, કાલિયા, ધોળુ અને ભોલુ અમદાવાદને આકર્ષિત કરવા માટે તૈયાર છે, કારણ કે તેઓ ‘છોટાભીમ ઇન જાદુઇ એડવેન્ચર’ સાથે સાહસિક પ્રવાસ માટે નીકળી ગયા છે. હિન્દી મ્યુઝિકલ ફોર્મેટમાં કાર્ટૂન સિરીઝનું પ્રથમ જીવંત નાટ્યરૂપાંતર, ભારતના અગ્રણી એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ટિનેશન બુકમાયશો દ્વારા શહેરમાં યોજવામાં આવી રહ્યું છે. ગ્રીન ગોલ્ડ એનિમેશન પ્રાઇવટ લિમિટેડના સહયોગથી આ શો સિમ્પ્લી ગ્રીન દ્વારા કોન્સેપ્ટલાઇઝ્ડ અને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે.

આ શોનો પ્રીમિયર 12 ડિસેમ્બરે યોજાશે અને ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 15 ડિસેમ્બર સુધી બાળકો અને પરિવારોનું મનોરંજન ચાલુ રાખશે. આ એન્ટરટેઇન્મેન્ટ મ્યુઝિકલ શોની ટિકિટ ફક્ત બુકમાયશો ઉપર ઉપલબ્ધ છે

બ્રોડવે સ્ટાઇલ મ્યુઝિકલની શ્રુતિ શર્મા દ્વારા દિગ્દર્શિત, ડિઝની અલાદ્દીન ફેમ, ‘છોટાભીમ ઇન જાદુઇ એડવેન્ચર’, ગીતકાર ગુલઝાર, સંગીતકાર બેલડી સિદ્ધાર્થ મહાદેવન અને સૌમિલ, સ્ટોર-રાઇટ દર્શન રાધાકૃષ્ણન અને બોલીવુડ કોરિયોગ્રાફર રજિત દેવ જેવી પ્રખ્યાત સર્જનાત્મક પ્રતિભાને એક સાથે આવરી લેવામાં આવી છે.

બુકમાયશો, થિયેટ્રિકલ્સના હેડ કુમાર રઝદાનએ જણાવ્યું કે, બુકમાયશો અમદાવાદમાં દર્શકો માટે ‘છોટાભીમ ઇન જાદૂઇ એડવેન્ચર’નું આયોજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. બાળકો અને તેમના પરિવારો દ્વારા પસંદ કરવામાં આવેલું, છોટાભીમનું કાર્ટૂન કેરેક્ટર સાચા અર્થમાં ભારતનો સુપરહીરો છે, આ લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આ લોકપ્રિય સ્ટોરીને ભારતમાં પ્રથમ વખત સ્ટેજ પર જીવંત બનાવશે. અમે આશા રાખીએ છીએ કે બાળકો અને પરિવારના દર્શકોને તેમનું મનપસંદ પાત્ર સ્ટેજ પર એટલું જ ગમશે જેટલું તેઓ તેમની હોમ-સ્ક્રીન ઉપર પર પ્રેમ કરે છે.

સિમ્પલી ગ્રીન ઇનોવેશન્સના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શૈલેષ ગોપાલે જણાવ્યું કે, “અમેરિકા અને યુરોપમાં કેટલાંક ઉદ્દભૂત મ્યુઝિકલ્સ શો જોયા બાદ ભારતમાં પણ આવો એક શો પ્રોડ્યુસ કરવાની અમારી ઇચ્છા હતી. બાળકો માટે લાઇવ એન્ટરટેઇન્મેન્ટ સ્ટાઇલ શોની અછત છે ત્યારે સમયસર ગ્રીન ગોલ્ડ એનિમેશન અને સિમ્પલી ગ્રીન ઇનોવેશન્સ સાથે મળીને આ રીલ-લાઇફ છોટાભીમને વાસ્તવિક જીવંત નાટ્ય રૂપાંતરણમાં ફેરવવામાં મદદ કરી છે, જે નેશનલ ટ્રેન્ડ બની ગયું છે. જાદૂઇ એડવેન્ચરમાં છોટાભીમમાં બોલીવુડના બ્લોકબસ્ટરની બધી જ મેકિંગ છે. પહેલી જ વાર, બાળકો છોટાભીમ અને તેના તમામ મિત્રોને જીવંત પાત્રો તરીકે જોશે, ગાતા અને ફુટ-ટેપિંગ પેપી સોંગ પર નૃત્ય કરતા જોશે. આ જીવંત મનોરંજનથી ભરપૂર શો સમગ્ર પરિવારની સાથે એક નવી દુનિયાની મજા માણવા અને અનુભવવા માટે બનાવવામાં આવ્યું છે.”

આ જીવંત કરતા મોટો શો બનાવવા માટે સિમ્પલ ગ્રીન ઇનોવેશન સાથે કામ કરવાનો આ સમય એક રોમાંચક રહ્યો છે અને અમે ખૂબ જ ખુશ છીએ કે બુકમાયશો દેશભરના ચાહકો માટે છોટાભીમ લાવી રહ્યું છે. આ શો મ્યુઝિકલ એ અમદાવાદના તમામ થિયેટર પ્રેમીઓ માટે મનોરંજનનું એક સંપૂર્ણ સ્વરૂપ હશે અને અલબત્ત, છોટાભીમના બધા ચાહકો માટે પણ. અમે આ શોની સફળતા અને ભવિષ્યમાં ઘણા બધા શોની રાહ જોઈ રહ્યા છીએ.

Share This Article