અભિનેત્રીઓને પણ સારી રકમ ચુકવવાની જરૂર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડેએ કહ્યુ છે કે બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીઓને પણ પુરતા પ્રમાણમાં નાણાં મળે તે જરૂરી છે. પુજા હેગડેને બોલિવુડમાં મોટી સફળતા મળી નથી. જા કે તે હજુ પણ આશાવાદી છે. પુજા હેગડે હાલમાં હાઉસફુલ-૪ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમા અન્ય કલાકારો પણ છે. પુજા માત્ર હિન્દી જ નહીં બલ્કે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. પુજા હેગડેનુ કહેવુ છે કે બોલિવુડમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે અન્યાય થાય છે. કારણ કે જે રકમ અભિનેતાને ફિલ્મમાં કામ કરવા માટે મળે છે તેની તુલનામાં અભિનેત્રીઓને ઓછી રકમ મળે છે.

પુજા માને છે કે અભિનેતા અને અભિનેત્રી બનંને એક સમાન રકમ મળવી જાઇએ. કારણ કે અભિનેત્રીઓ પણ ખુબ મહેનત કરે છે. ફિલ્મની સફળતા માટે અભિનેત્રી પણ એટલ જ જવાબદાર હોય છે. પુજા માને છે કે બોલિવુડની ફિલ્મોમાં મહિલાઓને હવે સારી ભૂમિકા આપવામાં આવી રહી છે. મહિલા પ્રધાન ફિલ્મોને સફળતા પણ મળી રહી છે. પુજા માને છે કે નિર્માતા નિર્દેશકો હવે માનવા લાગી ગયા છે કે અભિનેત્રીઓને પણ યોગ્ય રકમ મળવી જાઇએ. પુજા હેગડેએ કેટલીક તેલુગુ ફિલ્મ કરી છે.

બીજી બાજુ હાઉસફુલ-૪ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને અન્ય કલાકારો છે. વર્ષ ૨૦૧૮માં અભિનેત્રીઓને સારી રકમ મળી હતી. વર્ષ ૨૦૧૯માં પણ સારી રકમ મળતી રહેશે. પુજા માને છે કે હાઉસફુલ-૪ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થશે. કારણ કે ફિલ્મમાં અનેક કલાકારો કામ કરી રહ્યા છે. પુજા માને છે કે હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં તે તમામ તાકાત લગાવે છે. તે નવી ફિલ્મોમાં નવા સ્ટાર સાથે નજરે પડી રહી છે. આગામી દિવસોમાં ટોપ સ્ટાર સાથે કામ કરવા માટે પણ તે આશાવાદી છે.

Share This Article