જમ્મુ : જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની સેનાએ સતત ત્રીજા દિવસે ભીષણ ગોળીબાર કર્યો હતો. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા સાથે જાડાયેલી રાજારી જિલ્લાની ચોકી અને ગ્રામિણ વિસ્તારમાં લોકોને ટાર્ગેટ બનાવીને મોર્ટાર ઝીંકવામાં આવ્યા હતા. ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાના કહેવા મુજબ આજે સતત ત્રીજા દિવસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો જેનો જડબાતોડ જવાબ અપાયો હતો.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, પાકિસ્તાનની સેનાએ સવારે નવ વાગે કોઇપણ ઉશ્કેરણીવગર મોર્ટાર ઝીંક્યા હતા. રાજારીના નૌસેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કોઇપણ પ્રકારની કોઇને ઇજા થઇ નથી પરંતુ વિસ્ફોટક Âસ્થતિ પ્રવર્તી રહી છે. શનિવારના દિવસે પણ પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓને ખતરનાક ઇરાદા સાથે ઘુસાડવાના હેતુસર પાકિસ્તાન દ્વારા ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં નહીવંત જેટલી ભરતી રહી છે જ્યારે ૫૦થી વધારે ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૮માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જાતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. પુલવામાં ત્રાસવાદી હુમલા બાદ સેના અને સુરક્ષા દળો ઓપરેશન વધારે તીવ્ર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. સેનાએ વધુ આક્રમક વલણ અપનાવીને કાર્યવાહી જારી રાખી છે. બીજી બાજુ પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન ઉપર ચારેબાજુથી દબાણ આવી રહ્યું છે છતાં પણ પાકિસ્તાન જૈશે મોહમ્મદ સામે કોઇ કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું નથી. પાકિસ્તાન દ્વારા ધ્યાન ફટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતના ડોઝિયરના જવાબમાં પાકિસ્તાને આત્મઘાતી બોંબર આદિલદારના સંદર્ભમાં માહિતી માંગી છે. હુમલા પહેલા દારે કેટલાક વિડિયો બનાવ્યા હતા.