સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ સુધરીને ૩૮૩૯૦ની ઉંચી સપાટી પર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ રહ્યા હતા. ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં મજબૂતી રહી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો વધારે મજબૂત બની રહ્યો છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ ઉછળીને ૩૮૩૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૫૮૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૫૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. હિરો મોટો, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ ૧.૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિંદાલ સ્ટીલ અને પાવરમાં તેજી જાવા મળી હતી.

એશિયન શેરબજારમાં આજે સ્થિતિ ઉતારચઢાવવાળી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કારોબારને લઇને જાપાન સાથે વાત કરી શકે છે. ચાઈનીઝ બ્લુચીપના શેરમાં ૦.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. રૂપિયાની કિંમતમાં પ્રવાહી સ્થિતિ રહી છે. જો કે, આજે તેમાં મજબૂતી રહી હતી. હાલમાં જ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો.

તમામ અર્થશા†ીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો.  ઉભરતા બજારોમાં મૂડીરોકાણકારોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને લઈને પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ માટે અનેક પરીબળો જવાબદાર દેખાઈ રહ્યા છે.શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૧૧૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

 

 

Share This Article