જળ અને વન્ય સંરક્ષણ જેવા વિષય ક્યારેય અમારા નેતાઓના માટે પ્રાથમિકતાના મુદ્દા રહ્યા નથી. સરકારો એ વખતે જ હરકતમાં આવે છે જ્યારે કોઇ એકાએક મોટા સંકટ ઉભા થઇ જાય છે. રાજસ્થાનમાં પણ સાંભર સરોવરમાં પક્ષી ત્રાસદી થયા બાદ રાજ્ય સરકાર સાવધાન થઇ છે અને ઉતાવળમાં આર્દ્ર ભૂમિ સત્તાની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય હરિત સત્તા (એનજીટી) દ્વારા આ મામલે જો સરકારને માહિતી ન આપી હોત તો આટલી ઉતાવળ ક્યારેય જોવા મળી ન હોત. રાજ્સ્થાન જ નહીં બલ્કે સમગ્ર દેશમાં વેટલેન્ડને લઇને સરકારી ઉદાસીનતા હાલમાં એક સમાન જોવા મળે છે. આ જ કારણ છે કે અમે ઝડપથી અમારા વેટલેન્ડ ગુમાવી રહ્યા છીએ. વેટલેન્ડ એટલે એ જમીન જ્યાં સ્થાયી અથવા તો અસ્થાયી રીતે પાણી ભરાય છે. સાથે સાથે એ સ્થળ પર સ્વતંત્ર રીતે પર્યાવરણીય તંત્ર વિકસિત થઇ જાય છે.
અમારે નદીઓ, તળાવો અને અન્ય આવા નાના મોટા વિસ્તારોના જતન માટે જો કામ શરૂ કરવામા આવે તો માત્ર માનવ જાતિ માટે જ નહીં બલ્કે જીવ જન્તુ માટે પણ વરદાન સાબિત થઇ શકે છે. જો કે આની કોઇને પડી નથી. કોઇને કોઇ ચિંતા નથી. જ્યારે એકાએક કોઇ મોટુ સંકટ આવે છે ત્યારે કેટલાક દેખાવવા પુરતા પગલા લેવામાં આવે છે. જે ગતિથી અમારે ત્યાં વેટલેન્ડ લુપ્ત થઇ રહ્યા છે તે જોતા જો આવી જ સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં કેટલી તકલીફ ઉભી થશે તેનો અંદાજ લગાવી શકાય છે. કારણ પણ સાફ છે. દેશભરમાં પ્રમુખ સરોવર, તળાવ અને અન્ય વિસ્તારો તરફ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. આવા તમામ વિસ્તારોમાં જોરદાર રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યા છે. આના કારણ પણ સરકારની નબળી નીતિઓ જ રહેલી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પ્રવાસી પક્ષીઓ માટે વેટલેન્ડ તેમની પસંદગીની જગ્યા હોય છે. સાંભર પક્ષી ત્રાસદી થશે તો પછીઓ ફરી અહીં આવશે. આજના દોરમાં જીવ જન્તુ જ નહીં બલ્કે વનસ્પતિની કેટલી જાતિઓ ખતમ થઇ ગઇ છે. કેટલીક પ્રજાતિઓ હજુ ખતમ થવાના આરે પહોંચી ગઇ છે.
આવી સ્થિતિમાં વેટલેન્ડને બચાવી લેવા માટેના પ્રયાસ ઇમાનદારીથી થઇ રહ્યા છે કે કેમ તેવો પ્રશ્ન હવે ઉપસ્થિત થઇ રહ્યો છે. વેટલેન્ડને બચાવી લેવા અને સંરક્ષિત કરવા માટેના પ્રયાસ મજબુત રાજકીય ઇચ્છાશક્તિ સાથે કરવામાં આવે તે જરૂરી છે. પાણીની કમીના કારણે કેટલાક વેટલેન્ડ તો હવે પક્ષીઓ માટે તરસતા રહે છે. અમે વન્ય પ્રાણીઓને પણ ભોજન અને પાણી માટે શહેરી અને વસ્તીવાળા વિસ્તારોમાં આવવા માટે મજબુર કરી દીધા છે. મધ્યપ્રદેશથી રાજસ્થાનના સરિસ્કામાં બે વાઘ ને લાવવા માટેના પ્રસ્તાવને પણ ફગાવી દેવામાં આવ્યો છે. માનવીય દરમિયાનગારીને રોકવા માટે વિવિધ પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. વેટલેન્ડ ઓથોરિટી રાજસ્થાનમાં બને કે કોઇ અન્ય જગ્યાએ બને સ્થાનિક ભાગીદારી વગર સફળતા હાંસલ કરવાની બાબત સરળ નથી. વેટલેન્ડને બચાવી લેવા માટે નક્કર પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. વેટલેન્ડને ઓળખી કાઢવા માટેના પગલા લેવાની પણ જરૂર છે.