આધુનિક ભાગદોડના સમયમાં દરેક વ્યક્તિની લાઇફસ્ટાઇલ એકદમ બદલાઇ ગઇ છે. તેની પાસે સમયનો અભાવ છે જેથી તે કોઇ પણ ગતિવિધીને લઇને ગંભીર નથી. વહેલી તકે દરેક કામ પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. નિષ્ક્રિય લાઇફસ્ટાઇલ બની ગઇ છે. આ પ્રકારની લાઇફસ્ટાઇલને બદલી નાંખવાની જરૂર દેખાઇ રહી છે. આમાં કોઇ શંકા નથી કે આપ હેલ્થી અને બિમારીથી દુર રહેવા માટે ઇચ્છુક છો તો પોતાની નિષ્ક્રિય લાઇફસ્ટાઇલને છોડી દેવી પડશે. પોતાની ગતિહીન લાઇફસ્ટાઇલને ત્યાગીને એક્ટિ લાઇફસ્ટાઇલ અપનાવવાની સ્થિતીમાં જીવન બદલાઇ શકે છે. વધારે ફિટ અને સ્વસ્થ રહી શકાય છે. માત્ર એક ફેરફાર કરીને આપ હાર્ટ સાથે સંબંધિત બિમારી, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીને દુર રાખી શકાય છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટિવ લાઇફસ્ટાઇલ માટે આપને દિવસભર જીમમાં પરસેવો વહેડાવવાની કોઇ જરૂર નથી. દરરોજ માત્ર ૨૨ મિનિટ સુધી વોકિંગ કરવામાં આવે તો પણ સારા પરિણામ મળી શકે છે. ૨૨ મિનટ સુધી રોજ ચાલવાથી આરોગ્યને જાળવી શકાય છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસના પરિણામ હવે જાહેર કરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે દરરોજ ૩૦ મિનિટ સુધી વો