જે વિશાળ બહુમતિ સાથે નરેન્દ્ર મોદી સત્તામાં પરત ફર્યા છે તે પોતાની રીતે સાબિત કરે છે કે સામાન્ય લોકોમાં તેમના નેતૃત્વને લઇને કેટલો વિશ્વાસ છે. છતાં પણ જા કોઇ કમી રહી ગઇ છે તો મોદી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં કેટલાક નિર્ણય લઇને પૂર્ણ કરી દીધી છે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક ખુબ રચનાત્મક રહી હતી. કિસાન સન્માન નિધી યોજનાથી લઇને પેન્સન યોજના તેમજ વડાપ્રધાન સ્કોલરશીપ યોજનામાં મળનાર રકમને વધારી દઇને કેટલાક મોટા નિર્ણય કર્યા છે. તેમની રકમને વધારી દઇને સરકારે થોડોક બોજ ચોકક્સપણે વધારી દીધો છે. જા કે આના મારફતે તે દેશમાં રચનાત્મક માહોલ બનાવવામાં સફળ રહી છે. મોદી હે તો મુમકીન છેના નારા સાથે મોદી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આ નારાની અસર પરિણામ પર દેખાઇ હતી.
ચૂંટણી બાદ પણ મોદી હે તો મુમકીન હેના નારાની અસર રહેનાર છે. ઇરાન પાસેથી તેલની ખરીદી પર પ્રતિબંધને લઇને અમેરિકાના નિર્ણય બાદ એમ માનવામાં આવે છે કે આગામી દિવસોમાં ભારત સરકાર કેટલાક નક્કર મુદ્દા પર આગળ વધી શકે છે. પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે આ દોરની શરૂઆત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઝડપી વધારાની સાથે થશે. જા કે હજુ સુધી આ મોરચે કોઇ હેરાફેરી જાવા મળી નથી. અહેવાલ એ આવી રહ્યા છે કે ભારત સરકાર આ વિષય પર અમેરિકી આગ્રહ એમ જ સ્વીકાર કરવાના મુડમાં નથી. આના કારણે સામાન્ય લોકોમાં ચોક્કસપણે થોડીક રાહત થઇ છે. જા કે રોજગાર અને જીડીપીના આંકડામાં Âસ્થતી ગંભીર રીતે ઉજાગર થઇ છે. દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. વિકાસ દર પાંચ વર્ષમાં સૌથી નીચે સ્તર પર પહોંચી ગઇ છે. જેથી ચિંતાને રોકવા માટેના કોઇ કારણ દેખાતા નથી. મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય આ ચિંતાને રોકી શક્યા નથી પરંતુ આની અસરને ઓછી કરવાના પ્રયાસ શરૂ કરવામા ંઆવી ચુક્યા છે. દેશના મિડિયા સ્પેસમાં નકારાત્મક અહેવાલોનો સિલસિલો તુટી જશે. જા કે સમસ્યાને જાતા તે પુરતા પગલા નથી. રોજગાર અને જીડીપી ગ્રોથ આ બે મોરચા પર ટુંક સમયમાં જ નિર્ણાયક પગલા લેવાની જરૂર પડી શકે છે.
દુનિયામાં ટ્રેડ વોરની Âસ્થતી અલગ ચિંતાનો વિષય છે. ઇરાન પાસેથી તેલની ખરીદી પર પ્રતિબંધ મુકવાથી લઇને અમેરિકાને મનાવી લેવાની બાબત પણ પડકારરૂપ છે. ડોનાલ્ડ ટ્મ્પ ભારતને વેપારમાં મહત્વ આપે તેવા ખાસ પ્રકારના દરજ્જાને ખતમ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. જેને પાંચમી જુન એટલે કે આજથી અમલી કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. સ્વાભાવિક છે કે લોકોની આશાને જાળવી રાખવા માટેનુ કામ સરકાર માટે મુશ્કેલ છે. આર્થિક સુધારાના પેન્ડિંગ એજન્ડાને અમલી કરવાને લઇને સરકાર આશાવાદી અને મક્કમ દેખાઇ રહી છે. આશા છે કે મોદી સરકાર તેની બીજી ઇનિગ્સમાં પોતાની પ્રાથમિકતાઓને વધારે પારદર્શી રીતે રજૂ કરશે. ફીલ ગુડથી આગળ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. જાણકાર લોકો માને કે સરકાર તેમની પ્રાથમિકતાને મહત્વ આપશે.