પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણમહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથીબહાર આવતાં પાટીદારોમાં હરખ-ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. કથીરિયાની મુકિતને લઇઆજે ખૂબ મોટી સંખ્યામાં લાજપોર જેલ ખાતે લોકો ઉમટી પડ્‌યા હતા.  લાજપોર જેલ ખાતે હાર્દિક પટેલ સહિતના પાસનાકન્વિનરો અને અલ્પેશના પરિવારજનો હાજર રહ્યા હતા. અલ્પેશની મુકિત સાથે જ તેનુંભવ્ય અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

એક તબક્કે અલ્પેશ કથીરિયા અનેપાસના આગેવાનો ભાવુક થયા હતા. બાદમાં અલ્પેશ કથીરિયાની મુકિત બાદ આજે પાસ દ્વારાસુરતના ઉધના દરવાજાથી વિશાળ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી અને એક પ્રકારે ફરીએકવાર પાટીદારોનું જારદાર શકિતપ્રદર્શન બતાવ્યું હતું. અલ્પેશ કથીરિયાએ આ પ્રસંગેજણાવ્યું હતું કે, સમાજ અને સંગઠનના નિર્માણ અનેરાજકારણીઓના વાડા દૂર કરી સમાજનુ હિત અને લોકોનું કલ્યાણ થાય તે દિશામાં આગળવધવામાં આવશે. ૩ મહિના જેલમાં રહ્યો છું. આમ તો ૬ મહિનાની મારી ગણતરી હતી પરંતુસરકારે ખુબ વહેલી મુક્તિ કરી છે. મરાઠા સમાજને પણ આરક્ષણ મળ્યું છે ત્યારે અમારીલડાઇ પણ વેગવંતી બનશે.મારી વકીલોની ટીમ, પાસની સુરતનીટીમ, હાર્દિક પટેલ, સમગ્ર પાસની ટીમ અને હું ખુબ ખુબ આભાર માનું છું તે સાથે સરકારનો પણઆભાર માનું છું. તેમણે ગુજરાતની ખુબ મોટી બે યુનિવર્સિટી સાબરમતી અને લાજપોરમાંમારું એડમિશન કરાવ્યું અને ખુબ અભ્યાસ કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકારઅને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું.

હાર્દિક પટેલે આજે કહ્યું હતુંકે અલ્પેશનાં નેતૃત્વમાં જ અમે આગળ ધપીશું, એ જ અમારો પોસ્ટર બોય છે. તે મુદ્દે અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરીહતી કે, આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી,સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ. સંકલ્પયાત્રા પાટીદારોના ગઢ વરાછા વિસ્તારમાં પહોંચી હતી. જયાં કથીરિયા સહિતના આગેવાનોએસરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી હતી, આ પ્રસંગે ગબ્બરઇઝ બેક સહિત જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે,  જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કાર લઈને પાટીદારો જોડાયા હતા. સંકલ્પયાત્રા પુણાગામ સહિતના અનેક વિસ્તારમાં ફરી હતી. ઠેર-ઠેર સંકલ્પ યાત્રાનું અનેપાટીદાર આગેવોનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમ્યાન પાટીદાર નેતાઓએ લાલદરવાજા ખાતે ખોડિયાર માતાના અને બાદમાં ઉમિયાધામ ખાતે માતાજીના આશીર્વાદ લીધા હતા.અમદાવાદ રાજદ્રોહ કેસ બાદ સુરત રાજદ્રોહ કેસ અને હત્યાના પ્રયાસના કેસમાં જામીનમળતા અલ્પેશ કથીરિયા લાજપોર જેલમાંથી આજે જેલ મુક્ત કરવામાં આવ્યો હતો,

અલ્પેશની જેલ મુક્તિની કારણે પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો અનેદિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જેલમાંથી બહાર આવતા જ અલ્પેશને પરિવારજનો દ્વારાતિલક કરી હારતોરા કરવામાં આવ્યા હતા. એ વખતે પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભવ્ય સ્વાગત અને  પરિવારને મળતા અલ્પેશની આંખોમાં રીતસરનાઆંસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાનામોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેતો ૨૫વર્ષીય અલ્પેશ કથીરિયાએ વકીલનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ ૧૨ સુધી તો અનામતશું છે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોનેઅન્યાય થાય છે. પાટીદારોને એક પ્લેટફોર્મની જરૂર હતી. ૨૦૧૫ ગુજરાતના કન્વીનરહાર્દિક પટેલ સુરત આવ્યા હતા. તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયોહતો.

Share This Article