મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઇ ગયા બાદ તમામ પ્રકારની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. તમામ રાજકીય પક્ષો એકબીજાને પછડાટ આપવા માટેની રણનિતીમાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ અને હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના કામકાજને ધ્યાનમાં લઇને મતદારો મત આપનાર છે. બંને પ્રદેશોમાં રાજકીય સમીકરણ શુ છે તેને લઇને મુલ્યાંકન કરવામાં આવે તો કેટલીક બાબતો નિકળીને સપાટી પર આવે છે. પાર્ટીમાં ચાલી રહેલી ખેંચતાણ અને અસંતોષના કારણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી વધારે પરેશાન દેખાઇ રહી છે.
અહીં કોંગ્રેસ સાથે વધારે પડકાર છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અનેક પક્ષોના બનેલા બહુજન અગાડી પર તમામ રાજકીય પંડિતોની નજર રહેનાર છે. આ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ભલે એક જ સીટ જીતી છે પરંતુ આઠ ટકા મત પર તેનો કબજા રહ્યો હતો. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચોંકી ઉઠ્યા છે. આ પાર્ટીએ એક ડઝન જેટલી સીટો પર કોંગ્રેસ અને એનસીપીની જીત પર પાણી ફેરવી નાંખ્યુ હતુ. આવનાર દિવસોમાં બંને રાજ્યોમાં રાજકીય ગતિવિધી ચરમસીમા પર પહોંચી જનાર છે. દરેક ચૂંટણીની જેમ જ આ વખતે પણ મહારાષ્ટ્ર અને હરિયાણા જ નહીં બલ્કે દેશની સાથે દુનિયાની નજર પણ ચૂંટણી પર રહેનાર છે. લોકસભાની ચૂંટણીના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવ્યા હતા
. મોદીની આંધી હેઠળ ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ મેળવીને સત્તા મેળવી હતી. ભાજપે સતત બીજી વખત કેન્દ્રમાં સત્તા મેળવીને ઇતિહાસ રચી દીધો છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રણશિંગુ ફુંકાઇ ચુક્યુ છે. પાંચ મહિના પહેલા જ લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બંને પ્રદેશોની રહેલી ૫૮ લોકસભાની સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૫૧ સીટો જીતીને ઇતિહાસ રચવામાં આવ્યો હતો. જા કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનુ ચિત્ર અલગ અલગ હોય છે. ડિસેમ્બર ૨૦૧૮માં થયેલી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ અને લોકસભાની ચૂંટણીના પરિણામ આના દાખલા તરીકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપની સરકારો હતી. વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ આ ત્રણેય રાજ્યોમાં ભાજપને પછડાટ આપીને સત્તાની ચાવી કોંગ્રેસને સોંપી દીધી હતી. એપ્રિલ-મે એટલે કે ચાર પાંચ મહિના બાદ જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જ ત્રણેય રાજ્યોમાં મતદારોએ કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતા.
ત્રણેય રાજ્યોમાં લોકસભાની ૬૫ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૬૨ સીટો જીતીને રેકોર્ડ કર્યો હતો. સમજવાની બાબત એ છે કે દેશના મતદારો દરેક ચૂંટણીને એક અલગ નજરથી નિહાળે છે. મહારાષ્ટ્ર અનિે હરિયાણમાં ભાજપની સરકારો છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૪માં પ્રથમ વખત બાજપના નેતૃત્વમાં સરકારો બની હતી. પાંચ વર્ષ સુધી કોઇ પણ ઉથલપાથલ વગર સરકાર અવધિ પૂર્ણ કરી ચુકી છે. બંને રાજ્યોમાં ભાજપની ટક્કર મુખ્ય રીતે કોંગ્રેસની સાથે છે. મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ રીતે ચૂંટણી લડ્યા હતા. જ્યારે બે દશક જુના સાથી કોંગ્રેસ અને એનસીપી દ્વારા પણ અલવગ અલગ રીતે ચૂંટણી લડીને ભાગ્ય અજમાવવા માટેના પ્રયાસ થયા હતા. આ વખતે ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપી પણ સાથે છે. હરિયાણમાં છેલ્લી ચૂંટણીમાં ઐતિહાસિક દેખાવ કરવામાં આવ્યા બાદ રાજકીય પંડિતોને ભાજપે ચોંકાવી દીધા હતા. ભાજપ આ વખતે પણ મજબુત સ્થિતીમાં દેખાઇ રહ્યો છે. રાજ્યમાં તેની ટક્કર કોંગ્રેસ અને છેલ્લા મહિનામાં પારિવારિક ખેંચતાણમાં રહેલા ઇનેલો સાથે થઇ રહી છે. આર્થિક મંદી, બેરોજગારી અને રાષ્ટ્રવાદના મુદ્દા છે. મહારાષ્ટ્રમાં ફડનવીસ અને હરિયાણમાં મનોહર લાલ ખટ્ટરના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેમની કામગીરીની કસોટી થનાર છે. ચૂંટણીમાં બાજી કોના હાથમાં રહેશે તે બાબત અંગે માહિતી તો ૨૪ ઓક્ટોબરના દિવસે જ થશે.