અમદાવાદ : જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી જારદારરીતે પ્રચાર ચાલી રહ્યો છે. બન્ને પક્ષોનાઉમેદવારો ગામે ગામ જઇને લોકો પાસે મત માગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ આજે રાજકારણમાં તેમના ગુરૂ ગણાતા કુંવરજી બાવળિયા પર પ્રહાર કરીઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુંવરજીભાઇ છેલ્લા સાત વર્ષથી ભાજપનાસંપર્કમાં હતા અને ભાજપ ૨૦૧૯માં કોળી નેતાની શોધમાં હતી.
ભાજપે નાણાં અને પદઆપ્યું એટલે બાવળિયા ત્યાં ગયા છે પરંતુ કોંગ્રેસ પક્ષ અને જસદણની પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારા બાવળિયાને જસદણની પ્રજા માફ નહી કરે. નાકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કુવરજી બાવળિયા મારી કે તમારી માટેભાજપમાં નથી ગયા, ભાજપે રૂપિયા અને ખાતું આપ્યું એટલેગયા છે. કોળી સમાજના મતો અંકે કરવા ભાજપને કોઇ કોળી ચહેરો નહોતો મળતો એટલે આ ભાઇનેલઇ ગયા. જદસણની પેટા ચૂંટણી માટેના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યાછે. ત્યારે જસદણના જંગમા નેતાઓના બોલ બચ્ચન મામલે વિવાદો સામે આવી રહ્યા છે.
જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ એક ગામમા સભા દરમિયાન ભાજપના ઉમેદવારકુંવરજી ભાઈ બાવળીયા પર આક્ષેપો કરતા જણાવ્યુ હતું કે, કુવરજી બાવળીયા ભાજપમા જવા સાત વર્ષથી પ્લાનીંગ કરી રહ્યા હતા. તો બીજી તરફ ભાજપમા જવા તેમને ભાજપના લોકોએ મંત્રી પદની સાથે નાણાં આપ્યા હોવાનુજણાવ્યુ હતું. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ પાસે સૌરાષ્ટ્રમા કોળી ચહેરો ન હતો જે માટે તેમને બાવળીયાની જરૂર પડી એટલે બાવળીયા ને જે જોઈતુ હતું તે તમામ ભાજપેબાવળીયાને આપ્યુ છે. નાકિયાના આ નિવેદનને પગલે ભારે વિવાદ સર્જાયો છે અને સ્થાનિકરાજકારણ ગરમાયું છે.